આતંકવાદના રાક્ષસ સામે આક્રોશ, મૃતકોને શ્રધ્ધાંજલિ
03:39 PM Apr 24, 2025 IST
|
Bhumika
Advertisement
શ્રીનગરના પહેલગામમાં મંગળવારે આતંકીઓએ નિર્દોષ પ્રવાસીઓની કરેલી સામૂહિક હત્યાથી દેશભરમાં ભારે આઘાત અને આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે રાજકોટમાં પણ વિવિધ સંગઠનો અને સંસ્થાઓએ આતંકવાદના રાક્ષસ સામે આક્રોશ વ્યકત કરી મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શહેરના કિસાનપરા ચોક ખાતે ગઇકાલે સાંજે એનએસયુઆઇ તથા રાષ્ટ્રીય એકતા મંચે કેન્ડલ માર્ચ યોજી આતંકી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ નાગરિકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી જયારે બજરંગદળ તથા વિશ્ર્વ હિંદુ પરિષદ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરવામા આવ્યુ હતુ.
Advertisement
Next Article
Advertisement