પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરાઈ
જામનગરના પ્રદર્શન મેદાનમાં મેઝિક શો ની બાજુમાં આગામી તા. 24મી જાન્યુઆરી ના રોજ સાંજે 7.00 વાગ્યા થી રાત્રી ના 9.00 વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહો નું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શન નો કાર્યક્રમ ખગોળ મંડળ, જામનગર તથા એમ. ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળ દ્વાર રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ દરમિયાન મંગળ ના ગ્રહ ની માહિતી એમડી મહેતા સાયન્સ સેન્ટર - ધ્રોળ ના સંજય પંડયા દ્વારા આપવામાં આવશે, જ્યારે ગુરૂૂ ગૃહ તથા શનિ ગ્રહો ની માહિતી ખગોળ મંડળ- જામનગરના કિરીટભાઈ વ્યાસ દ્વારા આપવામાં આવશે, અને શુક્ર ના ગ્રહ તથા આકાશ ના અન્ય તારાઓની માહિતી કિરીટભાઈ શાહ દ્વારા આપવામાં આવશે.આગામી 24મી તારીખ ને શુક્રવારે સાંજે ઉપરોક્ત બંને સંસ્થા દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં અત્યાધુનિક ટેલિસ્કોપ ગોઠવવામાં આવશે અને જુદા જુદા ચાર ગ્રહો ને અલગ અલગ ચાર ટેલિસ્કોપના માધ્યમથી નિહાળી શકાય તે માટે પ્રત્યેક ગ્રહ ઉપર એક એક ટેલિસ્કોપ મૂકવામાં આવશે, અને જે ગ્રહની તમામ ગતિવિધિઓને ટેલિસ્કોપ ના માધ્યમથી સેટ કરીને તેની પ્રત્યેક મુવમેન્ટ ને દર્શાવાશે. સાથો સાથ આકાશ ગંગામાં રહેલા અન્ય તારાઓ વિશેની પણ માહિતી આપવામાં આવશે.
અને તે તારાઓને ટેલિસ્કોપના માધ્યમથી દર્શાવવામાં આવશે.આથી જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા ખગોળ પ્રેમીઓએ ઉપરોક્ત તમામ પ્લેનેટ ની પરેડ વિશેની વિશેષ જાણકારી મેળવવા માટે અને ટેલિસ્કોપના માધ્યમથી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે આગામી તારીખ 24મી જાન્યુઆરીના સાંજના 7.00 વાગ્યા થી 9.00 વાગ્યા ના સમય ગાળા દરમિયાન પ્રદર્શન મેદાનમાં ઉપસ્થિત રહેવા ઉપરોક્ત બંને સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.