For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવાયેલા 20 હાથીઓને વનતારામાં મળશે નવું જીવન

01:14 PM Jan 22, 2025 IST | Bhumika
લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવાયેલા 20 હાથીઓને વનતારામાં મળશે નવું જીવન

દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ - 10 નર, 8 માદા, 1 અલ્પ-પુખ્ત અને એક બાળ હાથીને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આ બચાવ કામગીરી ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી અને ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા અનુમોદિત હાઇ-પાવર્ડ કમિટીની મંજૂરી સાથે પ્રાણીઓના વર્તમાન માલિકોની સંપૂર્ણ સંમતિ સાથે હાથ ધરવામાં આવી છે. આ હાથીઓને ટૂંક સમયમાં વનતારામાં તેમનું કાયમી ઘર મળશે, જે કુદરતી રીતે તેમના મૂળ નિવાસસ્થાનને પ્રતિબિંબિત કરે છે, જ્યાં તેઓ સાંકળના બંધન વિના જીવશે અને તેમને ક્યારેય મજૂરી માટે ફરજ પાડવામાં આવશે નહીં.

Advertisement

બચાવી લેવાયેલા હાથીઓમાં એક લક્ષ્મીનો સમાવેશ થાય છે, જે 10 વર્ષની કેદમાં જન્મેલી અલ્પ-પુખ્ત વયની છે અને તે ઊંડા, સારવાર નહીં કરાયેલા ઘાને કારણે તેના પાછળના પગ પર વજન સહન કરવા માટે સંઘર્ષ કરી રહી છે, ઉપરાંત તેના અત્યંત સંવેદનશીલ જમણા કાન પિન્નામાં એક ઇંચના વ્યાસના તાજા ઘાથી પણ પીડાઈ રહી છે. આ બંને ઘા તેના પર માનવ વર્ચસ્વ સ્થાપિત કરવા માટેની ક્રૂર ટેમિંગ પ્રોસેસ દરમિયાન કરવામાં આવ્યા હતા. બે વર્ષની અને કેદમાં જન્મેલી બાળ હાથણી માયાને તેની માતા રોંગમોતી સાથે બચાવી લેવામાં આવી હતી, જેણે લાંબા સમય સુધી લોગીંગનું કામ કરવાથી છાતી અને નિતંબ પર સતત ભારેખમ વજન ઉંચકવાથી થતાં જખમ સહન કર્યા હતા.

એક સંપૂર્ણ પુખ્ત હાથી રામુ તેના 4-6 મહિનાના આક્રમક થવાના સમયગાળા મુસ્ટ પીરિયડ દરમિયાન તેને નિયંત્રિત કરવા માટે તેના આગળના અને પાછળના પગને સાથે સખત રીતે બાંધી રાખવામાં આવ્યા હતા અને તેના પરિણામે તે સખત શારીરિક અને માનસિક તકલીફમાં રહ્યો હતો. વધુ એક પુખ્ત હાથી બાબુલાલ ભોજન સામગ્રી શોધવા દરમિયાન જંગલી પુખ્ત હાથી સાથેના સંઘર્ષને કારણે ગંભીર રીતે તૂટેલી અને લોહી નીકળતી પૂંછડીની વેદનાથી પીડાય છે. લાંબો સમય કેદમાં રહેવાના કારણે પોતાનો બચાવ કરવા માટેની જરૂૂરી કુદરતી આવડતો તે ભૂલી ગયો હતો.

Advertisement

હાથીઓ માટે આજીવન સંભાળ પૂરી પાડવા ઉપરાંત, આ પ્રોજેક્ટ વનતારા ખાતે હાથીના માલિકો, મહાવતો અને તેમના પરિવારો માટે આજીવિકાની નવી તકો પૂરી પાડે છે. મહાવતો અને સામેલ અન્ય લોકો હાથીઓના સંચાલન માટેની માનવીય અને વૈજ્ઞાનિક રીતે સમર્થિત પદ્ધતિઓમાં સઘન તાલીમ મેળવશે, હાથીઓ માટે દયાળુ સંભાળનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે અને આ અભિગમને સમર્થન આપવા માટે જ્ઞાન અને કૌશલ્યો સાથે તેમની સંભાળ રાખનારાઓને સશક્ત બનાવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement