For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોળકા પાલિકામાં ભડકો, ભાજપના 12 કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા

04:50 PM May 01, 2025 IST | Bhumika
ધોળકા પાલિકામાં ભડકો  ભાજપના 12 કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા

ગુજરાત ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાની ધોળકા નગર પાલિકામાં રાજકીય હડકંપ સર્જાયો છે. એકસાથે 12 કાઉન્સિલરોએ રાજીનામાં ધરી દેતા ખળભળાટ મચી ગયો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લાના ધોળકા નગરપાલિકાના અખાત્રીજના પર્વે મોટો ભડકો થયો છે. ભાજપના 12 કાઉન્સિલરો એકસાથે રાજીનામાં ધરી દીધા છે. શાશક પક્ષ ભાજપાના 12 કાઉન્સિલરોએ રાજીનામા આપ્યાની વિગતો સામે આવી છે. બાર જેટલા ભાજપના કાઉન્સિલરોએ નગરપાલિકામાં આવેલ રજિસ્ટર વિભાગમાં રાજીનામાં સોંપ્યા છે.

ભાજપના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ધોળકા નગર પાલિકાના પ્રમુખે સત્તા મર્યાદાની બહાર જઈ ખર્ચ કર્યો હતો. 5000 રૂૂપિયાના ખર્ચની મર્યાદા સામે 15 લાખથી વધારેનો ખર્ચ એક વર્ષમાં કર્યો હોવાનો કાઉન્સીલરો દ્વારા દાવો કરાયો છે. જે અંગે બેઠકમાં કોંગ્રેસના કાઉન્સીલરે વાંધો ઉઠાવ્યો હતા.

Advertisement

ધોળકા નગરપાલિકાના જવાબદાર અધિકારી ચીફ ઓફિસરને પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ બાબતે મારી પાસે રાજીનામાના ડોક્યુમેન્ટ કે કાઉન્સિલરો રાજીનામાં આપવા આવ્યા નથી. આમ, ધોળકામાં આખો મુદ્દો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. તો બીજી તરફ, કોંગ્રેસના કાઉન્સીલરના વાંધાને ભાજપના કાઉન્સીલરોનું આડકતરુ સમર્થન હોઈ એમ 12 કાઉન્સીલરોએ રાજીનામા ધર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement