For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોગચાળો વર્ક્યો: વાવડીમાં 20 વર્ષીય યુવતીનું તાવથી મોત

04:57 PM Sep 12, 2024 IST | Bhumika
રોગચાળો વર્ક્યો  વાવડીમાં 20 વર્ષીય યુવતીનું તાવથી મોત
Advertisement

છોટાઉદેપુર પંથકની શ્રમિક યુવતી 3 દિવસથી તાવમાં સપડાયા બાદ બેભાન થઇ જતા મોત

શહેરમાં રોગચાળાએ માથુ ઉચક્યુ હોય તેમ ડેન્ગ્યુ, મેલેરીયા, તાવ સહિતની બીમારીના કેસો વધી રહ્યા છે. ત્યારે વાવડીમાં રહેતી 20 વર્ષિય યુવતીનું તાવની બીમારીથી મોત નીપજ્તા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મુળ છોટા ઉદેપુર પંથકની શ્રમિક યુવતી ત્રણ દિવસથી તાવમાં સપડાયા બાદ બેભાન થઇ જતા તેનું મોત નીપજ્યું હતું. જાણવા મળતિ વિગત મુજબ, મુળ છોટાઉદેપુર પંથકની વતની અને હાલ રાજકોટમાં વાવડી ઇન્સ્ટ્રીયલ એરીયામાં બાલાજી ચોક પાસે લકકી પોલીમર્સ નામના કારખાનામાં રહેતી અસીલા તેરસિંગ રાઠવા (ઉ.વ.20)નામની યુવતી ત્રણ દિવસથી તાવની બીમારીમાં સપડાતા ખાનગી હોસ્પિટલની દવા ચાલુ હતી. દરમિયાન આજે સવારે તેણી બેભાન થઇ જતા. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ થયાનું જાહેર ર્ક્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક અસીલા બે ભાઇ ત્રણ બહેનમાં મોટી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement