For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેશમાં ચાંદીપુરાના કૂલ 61માંથી 59 કેસ માત્ર ગુજરાતના, કેન્દ્રએ કહ્યું- 20 વર્ષમાં સૌથી ભયજનક સ્થિતિ

09:46 AM Aug 10, 2024 IST | Bhumika
દેશમાં ચાંદીપુરાના કૂલ 61માંથી 59 કેસ માત્ર ગુજરાતના  કેન્દ્રએ કહ્યું  20 વર્ષમાં સૌથી ભયજનક સ્થિતિ
Advertisement

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સ્થિતિ નિયંત્રણમાં આવી રહ્યું હોવાનું ચિત્ર ભલે રજૂ કરવામાં આવતું હોય, પરંતુ વાસ્તવિક સ્થિતિ હજુ ચિંતાજનક છે. કારણ કે સમગ્ર દેશમાં ચાંદીપુરાના કુલ 61 કેસ નોંધાયા છે. જેમાંથી 59 કેસ માત્ર ગુજરાતમાં નોંધાયા હોવાની સરકારે લોકસભામાં કબૂલાત કરી છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના કુલ 59 કેસ નોંધાયા છે અને તેમાંથી 27 બાળકોના ચાંદીપુરાથી મૃત્યુ થયા હોવાનું સરકારે સ્વીકાર્યું છે. આ સ્થિતિએ ચાંદીપુરાથી મૃત્યુદર ચિંતાજનક 50 ટકા જેટલો છે.

મળતી વિગતો અનુસાર, છઠ્ઠી ઑગસ્ટ સુધી ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ 1થી 5ના વર્ષ બાળકોમાં જોવા મળ્યા છે. 1થી 5 વર્ષના 33 બાળકો ચાંદીપુરાથી સંક્રમિત થયા હતા અને તેમાંથી 12 બાળકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 6થી 10ની વર્ષના 9 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયાં છે. સમગ્ર દેશમાં ચાંદીપુરાના કુલ 61 કેસ નોંધાયા છે. જેમાંથી 59 કેસ માત્ર ગુજરાતમાં જ્યારે બે કેસ રાજસ્થાનમાં નોંધાયા હોવાની સરકારે લોકસભામાં કબૂલાત કરેલી છે.

Advertisement

કેન્દ્ર સરકારે આ સાથે એવી પણ કબૂલાત કરી છે કે છેલ્લા 20 વર્ષમાં ચાંદીપુરાથી સર્જાયેલી આ સૌથી ચિંતાજનક સ્થિતિ છે. પરંતુ તેની સામે રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરાના કેસનું બુલેટિન દરરોજ જાહેર કરવામાં આવે છે. પરંતુ ચાંદીપુરા કુલ કેટલા મૃત્યુ થયા તેની વિગત જાહેર કરવામાં આવી રહી નથી. તેમના દ્વારા માત્ર 'શંકાસ્પદ ચાંદીપુરાથી કેટલા મૃત્યુ થયા તેની જ વિગત જાહેર કરવામાં આવે છે. લોકસભામાં સરકારે છઠ્ઠી ઑગસ્ટ સુધીના આંકડા રજૂ કરેલા છે.

છઠ્ઠી ઑગસ્ટ સુધી 'શંકાસ્પદ' ચાંદીપુરાથી 71 મૃત્યુ થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે સ્વીકાર્યું હતું. જેની સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે ગુજરાતમાં ચાંદીપુરાથી જ 27 બાળકોના મૃત્યુ થયા હતા. આ સ્થિતિએ અન્ય 44 બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે પણ સવાલ સર્જે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement