4 વાહન ઉલાળી બેકાબૂ કાર થાંભલામાં ઘૂસી ગઇ
04:34 PM Feb 28, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરમાં બેફામ બનેલા વાહન ચાલકો અવાર નવાર અકસ્માત સર્જતા રહે છે. ત્યારે જકંશન પ્લોટ વિસ્તારમાં બેકાબુ કાર 4 વાહનોને ઉલાળી થાંભલામાં ધુસી ગઇ હતી. જકંશન પ્લોટમાં આવેલા રેફયુજી કોલોની શાકમાર્કેટ પાસે આજે સવારે પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ કારની ઠોકરે ચાર જેટલા વાહનો ચડી ગયા હતા. અકસ્માતની હારમાળ સર્જ્યા બાદ બેકાબુ કાર વીજ થાંભલામાં ધુસી જતા થાંભલો ભાંગી ગયો હતો. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી ઘટના સ્થળેથી નાશી છૂટયો હતો. અકસ્માતનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
Advertisement
Next Article
Advertisement