For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિ.ફિઝિક્સ ભવનના M.S.Cના છાત્રો માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

05:43 PM Jul 31, 2024 IST | admin
સૌરાષ્ટ્ર યુનિ ફિઝિક્સ ભવનના m s cના છાત્રો માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

‘નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન’ વિષય પર મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઇ સગપરિયાએ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું

Advertisement

દિનાંક 29 જુલાઇ, 2024નાં ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતી ગુજરાત એકમ)તાં સંયુક્ત ઉપક્રમે એમ.એસસી. ઓરીએન્ટેસન પ્રોગ્રામ 2024-25ના ભાગરૂપે ‘નિશાનચૂક માફ નહિ, નહિ માફ નીચું નિશાન’ વિષય પર મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી થઈ. ત્યારબાદ મુખ્ય અતિથિને પુરસ્કાર આપી સ્વાગત કર્યું અને સાથે ભવનનાં સૌ પ્રાધ્યાપકોનું પણ પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું.

ભૌતિકશાસ્ત્ર ભવનમાં પ્રથમ વખત પ્રવેશ કરનાર સૌ વિધ્યાર્થીઓને ભવનનાં અધ્યક્ષ પ્રોફેસર (ડો.) નિકેશ શાહે અવકાર્યા. વિધાર્થીઓ પોતાના લક્ષ્યને વળગી સફળતાનાં ઉચ્ચ શિખરો સર કરે તેવા રસપ્રદ, પ્રેરક વિષય ‘નિશાનચૂક માફ નહિ, નહિ માફ નીચું નિશાન’ પર કાર્યક્રમનાં મુખ્ય વક્તા શૈલેશભાઈ સગપરિયા એ વિધ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. શૈલેશભાઈ સગપરિયા જાણીતાં લેખક, મોટીવેશનલ વક્તા તથા પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, રાજકોટનાં પૂર્વ નાયબ નિયામક છે. તેમણે બી.કોમ.નો અભ્યાસ કરી સુવર્ણ પદક પ્રાપ્ત કરેલ છે. તેઓએ સમગ્ર ગુજરાતમાં જીપીએસસીની પરીક્ષામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ હતો અને તેમણે લગભગ 33 જેટલાં પુસ્તકો લખેલાં છે. તેઓ શાળા-કોલેજ અને વિવિધ ઔધ્યોગિક ક્ષેત્રે મોટીવેશનનાં વ્યાખ્યાનો આપે છે.

Advertisement

આ કાર્યક્રમમાં તેમણે ભૌતિકશાસ્ત્ર ભવતતાં માસ્ટર અને ઙવઉનાં વિધ્યાર્થીઓને સુસુપ્ત અવસ્થામાંથી જગાડે એવું પ્રેરક વ્યાખ્યાન આપ્યું. તેમણે વિધ્યાર્થીઓને અનેક સામાજિક ઉદાહરણો પણ આપ્યાં, રાજકોટ નજીક કુવાડવા ગામનો એક સામાન્ય પરિવારનો વિવેક પોપટ આજે ઇઅછઈમાં વૈજ્ઞાનિક છે. મોવિયા ગામનો એક છોકરો જે ભણવામાં પણ સામાન્ય હતો અને મહેનત કરી આજે જેની પોતાની કંપની છે. આવાં ઉદાહરણોથી તેમણે વિધ્યાર્થીઓને આળસ ત્યજી અને ટેકનોલોજીનો વિવેક પૂર્ણ ઉપયોગ કરી સફળતા મેળવવાની પ્રેરણા આપી.ડો. પીયૂષ સોલંકી કે જેઓ ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, તેમણે ખ.જભ.માં નવાં પ્રવેશપાત્ર વિધ્યાર્થીઓને ‘ભૌતિકશાસ્ત્ર ભવન અને તેની કીર્તિ’ વિષય પર માર્ગદર્શન આપી વિધ્યાર્થીઓને ભૌતિકશાસ્ત્ર ભવન અને તેમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓથી માહિતગાર કર્યા.

અંતે ડો. ડેવિટ ધ્રુવે ઉપસ્થિત મહાનુભાવો, ભવનનાં પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કાર્યો.કાર્યક્રમની આયોજક સમિતિમાં પ્રો. નિકેશ શાહ, પ્રો. કે. બી. મોદી, પ્રો. જે. એ. ભાલોડિયા, પ્રો. એચ. ઓ. જેઠવા, ડો. પીયૂષ સોલંકી, ડો. ડેવિટ ધ્રુવ, ડો. મેઘા વાગડિયા રહેલા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન કુમારી ડિમિત્રી ત્રિવેદીએ અને ટેકનોલોજીનો સંચાલન ચિંતનભાઈ પંચાસરા, મયુરભાઈ પરમાર અને મેહુલભાઈ પરમારે સફળતાપૂર્વક કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા વિરલભાઈ પરમાર, યોગેશભાઈ દેવમુરારી, દેવેન્દ્રભાઈ, હસમુખભાઈ ત્રિવેદી, જીતેન્દ્રભાઈ જોષી વિગેરેએ જહેમંત ઉઠાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement