જામનગરના બ્રેનડેડ યુવાનના અંગો વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોરથી અમદાવાદ મોકલાયા
જામનગરના એક યુવાનને આજે સવારે સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રાન્ડેડ જાહેર કર્યા પછી તેમના અંગોનું દાન કરાવ્યું હતું. અને આજે ખાસ કોરિડોરની વ્યવસ્થા પછી વિમાન માર્ગે સાંજે તેમના અંગોને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.
જામનગરમાં રહેતા મુકેશ બાંભણિયા નામના 40 વર્ષના યુવાનની મગજની લોહીની નસ તૂટી હતી અને મગજમાં સોજો આવી ગયો હતો.તબીબો એ તેમની સારવાર માટે અગાથ પ્રયત્નો કર્યા હતા. પરંતુ જી જી. હોસ્પિટલ માં સારવાર દરમ્યાન આજે સવારે તેઓને બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી તેમના પરિવારને અંગદાન અંગેની સમજણ આપવા માં આવી હતી. જેમાં તેમનો પરિવાર સહમત તથા રાજ્ય સરકાર ની એનજીઓ ની એક તબીબી ટુકડી અમદાવાદથી બપોરે જામનગર આવી પહોંચી હતી. અને જી જી હોસ્પિટલમાં બ્રાન્ડેડ યુવાન ઉપર ઓપરેશન કરીને તેમની એક કિડની અને એક લીવરને ઓપરેશન કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
અને સાંજે વિમાન માર્ગે આ બંને અંગોને સલામત રીતે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. આ માટે પોલીસ દ્વારા જી.જી હોસ્પિટલથી એરપોર્ટ સુધી ખાસ કોરિડોર ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રુટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જીજી હોસ્પિટલથી આ બંને અંગો સાથે ખાસ એમ્બ્યુલન્સ ને એરપોર્ટ સુધી દોડવાઈ હતી. આ સમગ્ર કાર્યવાહીમાં જામનગર ની જીજી હોસ્પિટલના તબીબી સુપ્રી. ડો.દીપક તિવારી ના માર્ગદર્શન માં એનેસ્થેશિયા અને ન્યૂરો સર્જરી વિભાગના ડો. ભૌમિક, ડો . પવન વસોયા અને સમગ્ર ટીમે પણ ભારે જહેમત ઉઠાવી હતી.