For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જિલ્લામાં તા.10થી 13 દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

11:55 AM Aug 08, 2024 IST | Bhumika
જિલ્લામાં તા 10થી 13 દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન
Advertisement

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી વીડિયો કોન્ફરન્સ યોજાઈ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ વર્ચુઅલ માધ્યમથી જોડાયા

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂૂપે રાષ્ટ્રદવજના સન્માનમાં તા.8 થી તા.15 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન તીરંગા યાત્રા કાર્યક્રમની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમના સૂચારું આયોજનના ભાગરૂપે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના કલેકટરઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ, કમિશનરઓ અને પોલીસ અધિક્ષકઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં જામનગર કલેકટર બી.કે. પંડયા સહિતના અધિકારીઓ જોડાયા હતા. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ તમામ જિલ્લાઓમાં પરેડનું આયોજન કરવા, દરેક લોકોએ પોતાના ઘરો, ઓફિસો, સંસ્થાઓમાં દવજ ફરકાવવા જણાવ્યું હતું. તેમજ શાળાઓમાં પણ દેશભક્તિની થીમ આધારિત સ્પર્ધાઓ યોજવા સૂચનો કર્યા હતા.

Advertisement

જામનગર જિલ્લામાં આગામી તા.10 થી તા.13 ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. રાજ્યના લોકોમાં રાષ્ટ્રદવજ અને દેશભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે. આ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. જેમાં પોલીસના જવાનો, શાળાના બાળકો, પોલીસ બેન્ડ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગબોર્ડ, યુવકબોર્ડ, રમતવીરો તેમજ લોકો જોડાશે. જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં દેશભક્તિની થીમ આધારિત રંગોળી સ્પર્ધા અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણીના ભાગરૂૂપે મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા જામનગર જિલ્લા કલેકટરશ્રીએ લગત અધિકારીશ્રીઓને સૂચનો આપ્યા હતા. આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, કમિશનરશ્રી ડી. એન. મોદી, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ લગત વિભાગના અધિકારીશ્રીઓ જોડાયા હતા. અને હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન મેળવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement