બ્રેઇન ડેડ જાહેર થયેલા 19 વર્ષના યુવકના અંગદાનથી ચાર લોકોને મળ્યું નવજીવન
માંગરોળના 19 વર્ષના રહેવાસી એવા તે નિખીલ જગદીશભાઇ માકડિયા રાજકોટ ખાતે આવેલી ગિરિરાજ હોસ્પિટલ તા.24-07-2025 ના રોજ બ્રેઇન ડેડ જાહેર થતાં ગિરિરાજ હોસ્પિટલના તબીબો ટીમ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છતા દર્દીનું મરણ નિર્ધારિત થયું. ત્યાર બાદ દર્દીના પરિવારજનો સાથે સંવેદનાશીલ રીતે વાતચીત કરીને તેમને અંગદાન માટે સમજાવવામાં આવ્યા.
પરિવારજનો નો માનવતાભર્યો અને સાહસિક નિર્ણય અન્યો માટે આશાનું અજવાળુ સાબિત થયુ છે. દેહદાનમાં લઇ લેવાયેલા અંગો હૃદય, લીવર, કિડની અને ફેફસા જેનાથી અન્ય ચાર જીંદગીને જીવનદાન મળી શકે છે.આ માટે રાજકોટ તંત્ર દ્વારા ગ્રીન કોરિડોર ઉભો કરવામાં આવ્યો હતો જે બાદ એમના અંગોને ગિરિરાજ હોસ્પિટલથી રાજકોટ એરપોર્ટ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ શહેરમાં આવેલ સિમ્સ હોસ્પિટલ માં હૃદય, કે.ડી.હોસ્પિટલમાં ફેફસા અને શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે લીવર અને કીડની પહોંચાડવામાં આવ્યા.
આ અંગોનો ઉપયોગ SOTTO/NOTTOના માર્ગદર્શન હેઠળ જરૂૂરી દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ માટે કરવામાં આવશે. આ જટિલ પ્રકિયાને સફળ બનાવવા માટે ગિરિરાજ હોસ્પિટલમાં સેવા આપતા ડોકટરની ટીમે પ્રશંસનીય કામગીરી નિભાવી છે. આવો સંવેદનશીલ નિર્ણય લેવું એ બહુ મોટી માનવતાની વાત છે. દર્દી અને તેમના પરિવારના આ ઉપકારને અમે હૃદયથી નમન કરીએ છીએ.