For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્કૂલવાનના અકસ્માતમાં શાળા સંચાલકો, વાહન માલિકો, ટ્રાફિક ક્ધટ્રોલર સામે પગલાં ભરવા આદેશ

04:11 PM Aug 06, 2024 IST | Bhumika
સ્કૂલવાનના અકસ્માતમાં શાળા સંચાલકો  વાહન માલિકો  ટ્રાફિક ક્ધટ્રોલર સામે પગલાં ભરવા આદેશ
Advertisement

શાળાએ જતાં અને આવતાં બાળકોના વાહનોના મુદ્દે બાળ અધિકાર સંરક્ષણ આયોગે કડક વલણ અપનાવ્યું છે. હદથી વધુ ઝડપે ચાલતા વાહનોને નિયંત્રિત કરવા માટે શાળા સંચાલકોની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જો શાળા સંચાલકો વાહન ચાલકના લાયસન્સ સહિતની માહિતી ચકાસવામાં બેદરકારી રાખશે તો તેઓને દંડનો સામનો કરવો પડશે.

ખાનગી શાળાઓમાં ચાર્જેબલ સુવિધા હોવાથી, જો તેઓ વાહનના ડ્રાઇવરની લાયસન્સ અને અન્ય જરૂૂરી માહિતીની ચકાસણીમાં બેદરકારી દાખવે છે, તો તેમને પણ દંડનો સામનો કરવો પડશે. બાળ અધિકાર સંરક્ષણ આયોગે જોખમી રીતે વાહન ચલાવનાર સામે કાયદેસર પગલાં લેવા તાકીદ કરી છે.

Advertisement

ઘણી શાળાઓ વાલીઓને શાળાની જ વાહન સુવિધા સ્વીકારવા મજબૂર કરે છે. આ સંદર્ભે, શાળાઓ ઘણા વખતથી વિદ્યાર્થીઓનું પરિવહન ખાનગી પેઢીઓને સોંપતી આવી છે. શાળા સંચાલકો ખાનગી પેઢીઓના વાહનોની ફિટનેસ અને ડ્રાઇવરની લાયસન્સ જેવી માહિતીની ચકાસણીમાં બેદરકાર બની જાય છે, જેનાથી આવા વાહનો જોખમી બની જાય છે.આ પ્રકારના ડ્રાઇવરો જોખમી પુરવાર થઈ શકે છે અને સ્કૂલવેનના અકસ્માતોની સંખ્યા વધે છે. આ પરિસ્થિતિના કારણે બાળ અધિકાર સંરક્ષણ આયોગે શિક્ષણ વિભાગને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા અને નિયમિત તપાસ કરવા આદેશ આપ્યો છે.

શિક્ષણાધિકારીઓ અને શાળાના આચાર્યોને પણ બાળકોની સલામતીના મુદ્દે જાગૃત અને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. શાળા સંચાલકોને ટપારીને સમયાંતરે સ્કૂલવેનના ફિટનેસ અને ડ્રાઇવરની લાયસન્સની ચકાસણી કરવાની તકેદારી રાખવાની તાકીદ કરવામાં આવી છે. સ્કૂલવેનના સામાન્ય અકસ્માતોના કિસ્સાઓમાં પણ શાળા સંચાલકો, વાહન માલિકો, અને ટ્રાફિક કંટ્રોલર સામે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આવી રીતે, જોખમી રીતે ચાલતા સ્કૂલવેનો પર લગામ કસવા માટે બાળ સંરક્ષણ આયોગે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement