ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચોટીલા રોપ-વે પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકારને સોગંદનામું રજૂ કરવા હુકમ

04:06 PM Jun 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ચોટીલા રોપ-વેનો મામલો ફરી એકવાર હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં માર્સ એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિ.ને અપાયેલો ઓર્ડર મૌખિક રીતે પરત ખેંચી લેવાના સરકારના નિર્ણય સામે કંપનીએ હાઇકોર્ટમાં રિટ કરતાં વધુ એકવાર ચોટીલા રોપ-વે મુદ્દે કાનૂની કેસ શરૂૂ થયો છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે આ મામલે પ્રાથમિક સુનાવણી બાદ રાજ્ય સરકારને સમગ્ર હકીકતો દર્શાવતું સોગંદનામું રજૂ કરવાનો આદેશ કરી કેસની વધુ સુનાવણી ત્રીજી જુલાઇના રોજ મુકરર કરી છે.

Advertisement

આ કેસમાં અરજદાર કંપની તરફથી સિનિયર એડવોકેટ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસની ટૂંકી હકીકત એવી છે કે ચોટીલા ખાતે ચામુંડા માતા મંદિર ખાતે એક રોપ-વે વિચારાધીન છે. અરજદારની તરફેણમાં કોન્ટ્રાક્ટનો આદેશ થયો હતો, ત્યારે ફરીથી કોન્ટ્રાક્ટ માટેની પ્રક્રિયા નવેસરથી ન કરવી જોઇએ એવી દાદ માગવામાં આવી રહી છે.

કંપનીએ એવી રજૂઆત કરી હતી કે અરજદારની તરફેણમાં રોપ-વેના બાંધકામ માટેનો જે આદેશ થયો હતો એને હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની અરજી મારફતે પડકારવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે અરજી રદ કરી હતી અને કંપનીના પક્ષમાં ચુકાદો આવ્યો હતો. રાજ્ય સરકારે પણ કંપનીનો સપોર્ટ કર્યો હતો. આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં અમુક સુનાવણી બાદ રાજ્ય સરકારે સુપ્રીમમાં નિવેદન કર્યું હતું કે કંપનીના પક્ષમાં જે ઓર્ડર પાસ કરવામાં આવ્યો છે એને પરત ખેંચી લેવામાં આવ્યો છે. તેથી સુપ્રીમ કોર્ટે અપીલનો નિકાલ કર્યો હતો અને કંપનીને એવી છૂટ આપી હતી કે તેઓ સંબંધિત કોર્ટ સમક્ષ જેતે નિર્ણયને પડકારી શકે છે. તેથી હાઇકોર્ટ સમક્ષ ફરીથી કેસ કરવાની ફરજ પડી છે. છેલ્લા છથી સાત વર્ષોથી કંપની આ કાનૂની જંગ લડી રહી છે.

હાઇકોર્ટે અરજદાર કંપનીને એવો સવાલ કર્યો હતો કે તમને કોન્ટ્રાક્ટ આપવાનો ઓર્ડર થયા બાદ કોઇ કરાર વગેરે થયા હશે. એનું શું થયું? એ ક્યારેય અમલમાં આવ્યો નથી? સરકારે એ ઓર્ડર પરત ખેંચી લીધો હતો તો હવે શું? અરજદારે દલીલ કરી હતી કે જો ઓર્ડર પરત ખેંચી લેવાયો હોય તો તે ઓર્ડર લેખિતમાં હોવો જોઇએ.

Tags :
ChotilaChotila ropeway projectgujaratgujarat high courtgujarat news
Advertisement
Advertisement