બાકી રકમની વસુલાત કેસમાં દેવાદારને 45 દિવસ સિવિલ જેલમાં બેસાડવા હુકમ
જામનગરમાં રૂૂપિયા 1 લાખ 48 હજાર ની બાકી વસૂલાત ના કેસમાં અદાલતે દેવાદાર ને 45 દિવસ સિવિલ જેલ માં બેસાડવા નો આદેશ કર્યો છે. જામનગરમાં આર. પી. ગારમેન્ટના પ્રોપરાઈટર રમેશભાઈ પ્રભુલાલ દરજી દ્વારા સાગર સિલેકશનના પ્રોપરાઈટર દિનેશ મોહનલાલ ધારવીયા વિરૂૂધ્ધ રૂૂા. 1,48,156 વસૂલ કરાવવા અંગે જામનગરના એડી. સીનીયર સીવીલ જજ સમક્ષ દરખાસ્ત દાખલ કરવામા.આવી હતી. જે દરખાસ્ત માં દેવાદાર દિનેશ મોહનલાલ ધારવીયા ની મિલ્કતો જપ્ત કરવા જપ્તી વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. જેની બજવણી દરમ્યાન દેવાદાર પાસે કોઈ સ્થાવર-જંગમ મિલ્કત ન હોવા અંગે નો અહેવાલ મળ્યો હતો. આથી આર. પી. ગારમેન્ટના પ્રોપરાઈટર રમેશભાઈ દરજી દ્વારા દેવાદાર દિનેશ મોહનલાલ ધારવીયા વિરૂૂધ્ધ સીવીલ જેલ માં બેસાડવા અંગે ની અરજી કરતાં કોર્ટ દ્વારા કાયદાકીય જોગવાઈ ને ધ્યાને લઈ દેવાદાર દિનેશ ધારવીયા ને 45 દિવસ સીવીલ જેલ માં બેસાડવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં લેણદાર તરફે વકીલ પ્રદિપ પી. દેસાઈ, ઘવલ બી. વજાણી, રાધા ડી. મોદી તથા આસિસ્ટન્ટ જાનકી ભૂત, માનસીબેન ફટાણીયા રોકાયા હતા.