For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ પુરાતત્વ વિભાગની મિલ્કત જપ્ત કરવા હુકમ

01:48 PM Jun 24, 2025 IST | Bhumika
રાજકોટ પુરાતત્વ વિભાગની મિલ્કત જપ્ત કરવા હુકમ

ધોળાવીરામાં 100 એકર જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતા થયેલી અરજી બાદ કોર્ટનો ધાક બેસાડતો હુકમ

Advertisement

ધોળાવીરામા જમીન સંપાદનનુ ખેડુતોને વળતર નહી ચુકવનાર રાજકોટની પુરાતત્વ સર્વેક્ષણની મિલ્કત જપ્તી માટે કોર્ટે ઐતિહાસીક ચુકાદો આપતા રાજકોટ બહુમાળી ભવન સ્થીત પુરાતત્વ સર્વેક્ષણની મિલ્કત જપ્તીનો હુકમ કરતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

ધોળાવીરામાં 2004માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અંદાજે 100 એકર જમીન સંપાદન કરી હતી 15 દિવસનો સમય માંગ્યા બાદ પણ રકમ ન ચૂકવાતા ખેડૂતો રાજકોટ એએસઆઇની કચેરીએ ધસી ગયા ધોળાવીરાના ખેડૂતોને યોગ્ય વળતર ન આપવાના મુદ્દે કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની મિલકત જપ્તીનો ધાક બેસાડતો આદેશ આપ્યો હોવાનો મામલો બહાર આવ્યો છે.આદેશ બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 15 દિવસનો સમય માંગ્યો હતો જે પણ હવે પૂર્ણ થવા પર છે પણ ખેડૂતોને રૂૂપિયા મળ્યા ન હોવાનું બહારઆવ્યું છે.

Advertisement

આ પહેલા ખેડૂતો મિલ્કત જપ્તી માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની રાજકોટ સ્થિત કચેરીએ પણ પહોંચી ગયા હોવાનું બહારઆવ્યું છે.ભારતમાં પહેલી વાર એવું બન્યું છે કે કોર્ટે ASI  મિલકતને જપ્ત કરવાનો આદેશ આપ્યો હોય.

વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરા ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંપાદન કરાયેલી અંદાજે 100 એકર જમીનના ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા કોર્ટમાં કેસ કરાયો છે. એએસઆઇએ 2004માં ખેડૂતો પાસેથી 3646 પ્રતિ એકર જમીન સંપાદન કરી હતી. જે ભાવ ખેડૂતોને મંજૂર ન હતાં. જેથી ખેડૂતોએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતાં. વર્ષ 2023માં કોર્ટે ખેડૂતો સાથે અન્યાય થયો હોવાની કહી યોગ્ય વળતર ચુકવવા ભારતીય પુરાતત્વ વિભાગનેઆદેશ કર્યો હતો. પણ એએસઆઇએ તે આદેશનું પાલન કર્યું ન હતું.

જેના પગલે ખેડૂતો ફરી 2024માં કોર્ટમાં ગયા હતાં અને આદેશનું પાલન નથી કરાયુ તે વાત જણાવી હતી.આ વખતે કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. 2025માં કોર્ટે ભારતીય પુરાતત્વ વિભાગની મિલકત જપ્તીનોઆદેશઆપી દીધો હતો. ત્યારે એએસઆઇએ 15 દિવસનો સમય માંગ્યો હતો. પણ તે 15 દિવસ પૂર્ણ થઇ જતા તા.11 જૂનના ધોળાવીરાના ખેડૂતો વકીલ સાથે રાજકોટ સ્થિત પુરાતત્વ કચેરીએ ધસી ગયા હતાં.

મિલકત જપ્ત કરવા અને કોર્ટના આદેશનું પાલન કરવા માંગ કરી હતી. જ્યાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશક સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. આ ચર્ચામાં, મહાનિર્દેશકની ખાતરીના આધારે, ચુકવણી માટે વધારાના 15 દિવસનો કરાર કરવામાં આવ્યો હતો. 11મી જૂન બાદ સોમવારે 23 જૂન સુધી એએસઆઇએ હજુ સુધી કોઇ વળતર ચૂકવ્યું નથી, જેથી ખેડૂતો ફરી કાયદાકીય પગલા ભરવા જણાવ્યું હતું.

વારંવાર કોર્ટનો અનાદર કરાયો આ મામલામાં એક ખેડૂત પરિવારના નાગજી પરમારે જણાવ્યું હતું કે, આ મામલામાં બે વખત એએસઆઇએ 15 દિવસનો સમય માંગ્યો છે. જે સમય હવે પૂર્ણ થવા પર છે પણ વળતર ચુકવાયું નથી.આ મામલામાં તમામ ખેડૂતો કોર્ટમાં ગયા છે. એએસઆઇએ કોર્ટના આદેશનું ઝડપથી પાલન કરવું જોઇએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement