ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જિલ્લા અને સેશન્સ જજને સશસ્ત્ર સુરક્ષા પૂરી પાડવા આદેશ

10:52 AM Nov 10, 2025 IST | admin
Advertisement

એડી.ડીસ્ટ્રીકટ જજને બે ગનમેન, નિવાસસ્થાને પણ સુરક્ષા કવચ પુરૂ પાડવા DGPનો પરિપત્ર

Advertisement

ગુજરાતની ભદ્ર સેશન્સ કોર્ટમાં તાજેતરમાં એક એડિશનલ પ્રિન્સિપલ જજ પર સુનાવણી દરમિયાન જૂતું ફેંકવાની ગંભીર ઘટના બાદ રાજ્ય સરકાર એકશનમાં આવી છે. આ બનાવને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર સીધો હુમલો ગણાવી, ગુજરાત સરકારે રાજ્યના તમામ ન્યાયાધીશો, ન્યાયિક અધિકારીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક અસરથી સઘન સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.

આ ઘટનાથી કાયદાકીય આલમમાં વ્યાપક રોષ ફેલાયો હતો. જેના પગલે, ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિયેશન (GJSA) દ્વારા રાજ્યના ગૃહ વિભાગ સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી અને ન્યાયિક કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.
એસોસિયેશનની રજૂઆતને ધ્યાનમાં લઈને, પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં ન્યાયાધીશો અને ન્યાયિક અધિકારીઓના નિવાસસ્થાનો અને કાર્યસ્થળો પર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

GJSAના પ્રમુખ એસ.જી. દોડિયાએ આ ઘટનાની સખત નિંદા કરીને ન્યાયતંત્રની ગરિમા, સ્વતંત્રતા અને સુરક્ષા પરના હુમલા તરીકે ગણાવી હતી. એસોસિયેશને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરીને ન્યાયિક અધિકારીઓના રક્ષણ માટે નીચે મુજબની સશસ્ત્ર સુરક્ષા પૂરી પાડવાની ભલામણ કરી હતી, જેનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવ્યો છે.

જેમાં જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશોને એક હેડ કોન્સ્ટેબલ અને ચાર કોન્સ્ટેબલ સહિત સશસ્ત્ર સુરક્ષા ગાર્ડ પૂરા પાડવા તથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ ન્યાયાધીશો તેમજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસને દરેકને બે ગનમેન ફાળવવા તેમજ અન્ય તમામ ન્યાયિક અધિકારીઓને તેમના નિવાસસ્થાનો પર સુરક્ષા કવચ પૂરું પાડવું, જેમાં ઓછામાં ઓછા બે પોલીસ કોન્સ્ટેબલ અથવા હોમગાર્ડને ફરજ પર મૂકવાનો સમાવેશ થાય છે.

ઉૠઙની કચેરી દ્વારા આ ભલામણો પર તાત્કાલિક કાર્યવાહી કરીને રાજ્યભરના પોલીસ યુનિટ્સને સુરક્ષાના જરૂૂરી પગલાં તાત્કાલિક અમલમાં મૂકવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. કાયદાકીય વર્તુળોએ આ નિર્ણયને ન્યાયતંત્રના સભ્યોના રક્ષણ અને ન્યાય પ્રણાલીમાં જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે સમયસર અને આવશ્યક પગલું ગણાવ્યું છે.

Tags :
district and sessions judgesgujaratgujarat newsjudges security
Advertisement
Next Article
Advertisement