રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કરાઇ ફોજદાર આપઘાત કેસમાં DYSP સામે કેસ ચલાવવા આદેશ

04:34 PM Dec 26, 2023 IST | Bhumika
Advertisement

ડિસેમ્બર 2018માં કરાઈ ખાતે આવેલી પોલીસ એકેડેમીમાં પીએસઆઈ દેવેન્દ્ર સિંહ રાઠોડે આત્મહત્યા કરી લીધી હતી અને પોતાની સુસાઈડ નોટમાં તેમણે ડીવાયએસપી સામે આરોપો લગાવ્યા હતા. સેસન્સ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે ડીવાયએસપી એનપી પટેલ સામે કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તપાસકર્તાઓની પણ ઝાટકણી કાઢતાં કેસને આરોપી તરફી વાળ્યો હોવાનું નોંધ્યું હતું.

Advertisement

ડિસેમ્બર 2018માં કરાઈ પોલીસ એકેડેમીમાં તાલીમાર્થી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર દ્વારા આત્મહત્યાના કેસમાં શહેરની સેશન્સ કોર્ટે આરોપી ડીવાયએસપીની અરજીને ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટે ડીવાયએસપી સામે દુષ્કર્મ અને ઉશ્કેરણીનાં આરોપમાં તાત્કાલિક ટ્રાયલનો આદેશ આપ્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે આ એક એવો કેસ છે જ્યાં એક પોલીસ અધિકારી બીજા પોલીસ અધિકારીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોર્ટે પોલીસ એકેડેમીના ટ્રેનરની અરજીને ફગાવી દીધી હતી અને તરત જ ટ્રાયલ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. ડિસેમ્બર 2018માં ઙજઈં દેવેન્દ્રસિંહ રાઠોડે એકેડેમીમાં પોતાની જાતને ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. તે પહેલા તેમણે સુસાઈડ નોટ લખી હતી. ત્યારબાદ ડીવાયએસપી એન.પી. પટેલ પર ઈંઙઈની કલમ 377 અને 306 હેઠળ કોઈ પણ પુરુષ સાથે અકુદરતી શારીરિક સંબંધ બાંધવાનો અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

દેવેન્દ્રસિંહ રાઠોડના પરિવારની ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે સી-સમરી રિપોર્ટ દાખલ કરીને કોર્ટને પુરાવાના અભાવે કેસ બંધ કરવાની વિનંતી કરી હતી. મેટ્રોપોલિટન કોર્ટે જુલાઈમાં ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો હતો અને ડીવાયએસપી પટેલે આ આદેશને સેશન્સ કોર્ટ સમક્ષ પડકાર્યો હતો. જોકે, સિટી સેશન્સ જજ એ.જે. કાનાણીએ પણ અરજીને ફગાવી દીધી હતી અને તેના કેસને તાત્કાલિક કમિટ કરવાનો આદેશ આપ્યો હતો જેથી ડીવાયએસપી સામેના પુરાવા સાચવી શકાય. કોર્ટે શહેર ક્રાઈમ બ્રાન્ચના તપાસનીસની તેમની પક્ષપાતી તપાસ માટે ઝાટકણી કાઢી હતી અને કેસ આરોપીની તરફેણમાં કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.કોર્ટે અવલોકન કર્યું હતું કે, આ પ્રકારના કેસમાં જ્યાં એક પોલીસ અધિકારી બીજા પોલીસ અધિકારીને બચાવવાના હેતુથી તપાસ કરી રહ્યો છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે સામાન્ય માણસને ન્યાય કેવી રીતે મળી શકે? આનાથી પોલીસની વિશ્વસનીયતા ઘટી જશે. કોર્ટે કહ્યું હતું કે સ્યુસાઈડ નોટમાં ટોર્ચર અને યૌન શોષણ વિશે સ્પષ્ટ છે, પરંતુ તપાસ અધિકારી જાણે કે તેઓ સેશન ટ્રાયલ ચલાવી રહ્યા હોય તેમ દરેક નિવેદનનો વિરોધાભાસ કરે છે. આરોપી પોલીસ અધિકારીને નિર્દોષ જાહેર કરવા બદલ તપાસકર્તાની નિંદા કરી હતી.

Tags :
gujaratgujarat newssuicide case
Advertisement
Next Article
Advertisement