રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રચારમાં જનતાને ત્રાસ, જોખમ, ભય કે નુકસાન ન થાય તે રીતે લાઉડ સ્પીકર વગાડવા ફરમાન

12:07 PM Mar 22, 2024 IST | Bhumika
Advertisement

લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 તથા વિધાનસભા પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ નિર્ધારિત થયો છે. આ માટે તા7-5-2024 ના રોજ મતદાન થનાર છે.આ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા સભા-સરઘસ અંતર્ગત લાઉડ સ્પીકર દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકસાન થતું અટકાવવા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી ને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ રહે તે હેતુસર લાઉડ સ્પીકરના ઉપયોગ અને સભા સરઘસ દરમિયાન વર્તન વર્તુણૂંક માટે સાવચેતીના અને આગોતરા પગલાંના ભાગરૂૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.

Advertisement

આ જાહેરનામા અને કાયદાકીય જોગવાઈ મુજબ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારી તરફથી જે શરતે પરવાનગી અપાયેલ છે, તે શરતોનું પાલન કરવાનું રહેશે. ફક્ત સવારના 6 કલાકથી રાત્રિના 10 કલાક સુધી જ જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકસાન ન થાય તે રીતે વગાડવાનું રહેશે. લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ કે દવાખાનાઓ આવેલા હોય તો આ કચેરીઓ સંસ્થાઓની કામગીરીમાં કોઈ અડચણ ન થાય તે રીતે તદ્દન ધીમા અવાજથી વગાડવાના રહેશે.

ઉપરાંત સક્ષમ અધિકારીની મંજૂરી મળ્યા બાદ જ સભા સરઘસનું આયોજન કરવાનું રહેશે તથા જે શરતે પરવાનગી અપાયેલ છે તે શરતોનું પાલન કરવાનું રહેશે. સભા સરઘસમાં શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, સોટા બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈ ચીજો, કોઈપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ, પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની એકઠા કરવાની તથા તૈયાર કરવા માટે મનાઈ ફરમાવવામાં આવે છે.

કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવા, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની-બાળવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ ફરમાવવામાં આવે છે. જે ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂૂચી અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉઠલી પડવાનો સંભવ હોય તેવા ભાષણ આપવાની કે તેવા ભાષણ આપવાની, કે તેવા ચાળા વગેરે કરવાની અને ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની કે દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવા પર મનાઈ ફરમાવવામાં આવે છે.

Tags :
gujaratgujarat newsloud speakers
Advertisement
Next Article
Advertisement