રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ક્લેમ કેસમાં મૃતકના વારસદારોને 61.50 લાખનું વળતર ચૂકવવા હુકમ

05:26 PM Sep 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોત નીપજ્યાના કેસમાં ટ્રકચાલકની બેદરકારી ઠરાવતી કોર્ટ

ભાવનગર હાઇવે ઉપર મહિકાના પાટીયા પાસે બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જવાને કારણે ગંભીર ઇજાથી મૃત્યુના સવા વર્ષ પહેલાંના ક્લેઇમ કેસમાં ટ્રિબ્યુનલ દ્વારા વારસદારોને કુલ રકમ રૂા. 61.50 લાખ ચુકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં આજીડેમ ચોકડી નજીક રહેતા કશ્યપ પ્રદિપભાઈ પંડયા (ઉ.વ.28) ગઈ તા. 12/ 05/ 2023ના રોજ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં બાઇકમાં ગઢકા ગામથી પોતાના ઘર તરફ પરત ફરી રહયા હતા ત્યારે મહીકા ગામના પાટીયા નજીક પહોચતા જી.જે.36. વી.2155 નંબરના લાલ લાઇટ બ્લિંકર ઇન્ડિકેટર લાઈટ વગરના બંધ ટ્રકની પાછળ બાઇક ઘુસી જતા ગંભીર ઈજા થવાથી કશ્યપભાઈનું મૃત્યુ થયું હતું. આ બનાવ સંબંધે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ટ્રકના ચાલક વિરૂધ્ધ ગેરકાયદેસર રીતે ટ્રાફિકના નિયમો વિરૂધ્ધ તેમજ ટ્રાફિકને અડચણ થાય તે રીતે ગેરકાયદેસર ટ્રક પાર્ક કરવાની બેદરકારીથી મૃત્યુ થયું હોવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અકસ્માતમાં મૃતક કશ્યપ પંડયાના વારસદારો દ્વારા રાજકોટ મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રિબ્યુનલમાં વળતર મેળવવા કલેઈમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે દાવામાં અરજદારો તરફે એડવોકેટ અજય કે. જોષી દ્વારા મૃતકની ઇન્ડસ્ટ્રીયલ ગેસ સપ્લાયર તરીકેની આવક તથા ભવિષ્યની આવકના મુદાઓ પર દલીલો તેમજ પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા તેમજ મૃતકના વારસદારો તેમના પર આધારીત હોય મૃતક તેમના બ્રેડ વિનર હોય તેમજ ટ્રકના ચાલકની બેદરકારી કારણભૂત હોવા સહિતની રજૂઆતો ઉપરાંત હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ ક્લેઇમ ટ્રિબ્યુનલ દ્વારા અકસ્માત મૃત્યુ કેસમાં મૃતક કશ્યપ પંડયાના વારસદારોને રૂા.61.50 લાખ ચુકવવા હુકમ કરાયો છે. આ કેસમાં મૃતકના વારસદારો વતી એડવોકેટ અજય કે. જોષી અને પ્રદિપ આર. પરમાર રોકાયા હતા.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement