For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોર્ડની પરીક્ષાના કેન્દ્ર પાસે ઈલેક્ટ્રોનિક ઉપકરણોની દુકાનો બંધ રાખવા આદેશ

03:39 PM Feb 27, 2024 IST | Bhumika
બોર્ડની પરીક્ષાના કેન્દ્ર પાસે ઈલેક્ટ્રોનિક ઉપકરણોની દુકાનો બંધ રાખવા આદેશ
  • એડિશનલ કલેક્ટરે પરીક્ષાને ધ્યાને લઈ બહાર પાડયું જાહેરનામું: પરીક્ષા કેન્દ્ર પાસે 4 વ્યક્તિને ભેગા થવા પર પણ પ્રતિબંધ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી તા.10-3-2024 થી 26-3-2024 દરમિયાન એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષા જાહેર કરવામાં આવી છે ત્યારે પરીક્ષા કાર્યમાં કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાની કાર્યવાહી યોજાય તે માટે એડીશ્નલ કલેકટર ચેતન ગાંધીએ આજે એક જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રનાં 100 મીટરના ત્રિજ્યામાં ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાન તેમજ ઈલેકટ્રોનિક ઉપકરણોની દુકાનો પણ બંધ રાખવા આદેશ કર્યો છે.

Advertisement

આગામી તા.11-3-2024 થી 26-3-2024 દરમિયાન એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે આજે રાજકોટનાં એડીશ્નલ કલેકટર ચેતન ગાંધીએ જાહેરનામુ બહાર પાડી દર વખત કરતાં આ વખતે જાહેરનામામાં પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં 100 મિટરની ત્રિજ્યામાં ઈલેકટ્રોનિક ઉપકરણોની દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો છે.

આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની 100 મિટરના એરિયામાં ઝેરોક્ષ કે લીથો કે સ્ટેશનરીની દુકાન બંધ રાખવી, જ્યારે 100 મિટરના એરિયામાં 4 કરતાં વધુ વ્યક્તિએ એકત્રિત થવું નહીં કે સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન કે સ્માર્ટ વોચ સહિતનાં ઈલેકટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકશે નહીં. જ્યારે ઓળખપત્ર ધરાવતાં પરીક્ષાર્થીઓને પરીક્ષામાં એન્ટ્રી આપવાની રહેશે.
આ જાહેરનામાના અમલમાં સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, લગ્નના વરઘોડા અને સ્મશાન યાત્રામાં જોડાતાં લોકોને મુક્તિ આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement