રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યના વધુ બે આઇએએસ અધિકારીઓના બદલીના આદેશ

12:20 PM Feb 14, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી કચેરીઓમાં બદલીની માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના વધુ બે આઈએએસ અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. જેમાં ડો. કુલદીપ આર્ય, અધિક ઉદ્યોગ કમિશનર, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને જેમને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરીમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.ચૂંટણી અધિકારીની કચેરીમાં કરાઈ બદલી જ્યારે પી.ડી. પલસાણા, સરકારના સંયુક્ત સચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને જેમને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્યની કચેરીમાં સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, સામાન્ય વહીવટ વિભાગે બે આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે.

Advertisement

Tags :
gujaratgujarat newsIAS officerstransfer
Advertisement
Next Article
Advertisement