લોકઅદાલતમાં ફરિયાદીની સંમતિ વગર નિકાલ કરેલ કેસ ફરી નીચેની કોર્ટમાં ચલાવવા હાઇકોર્ટનો હુકમ
લોક અદાલતમાં ફરિયાદીની સંમતિ વગર નિકાલ કરેલા કેસમાં હાઇકોર્ટનો સીમાચિનહ રૂપ ચુકાદો આપી નેગોસીએબલ એકટ હેઠળ કેસને રિમાન્ડ કરી નીચેની કોર્ટમાં ફરીથી કેસ ચલાવવા હુકમ કર્યો છે. કેસની ટૂંક વિગત મુજબ શહેરમાં રહેતા ફરીયાદી સતિષભાઈ શાંતીલાલ મહેતાને જે.બી.ઈન્વેસ્ટીગેશનના એડવોકેટ જે.બી.શાહએ ચેક આપેલો હતો જે ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા સતિષભાઈ મહતાએ પોતાના એડવોકટ મારફત કાયદાકીય જોગવાઈ પ્રમાણે કે બી શાહને નોટીસ પાઠવવા છતાં સમય મર્યાદામાં ચેક મુજબનું બાકી લેણું ન ચૂકવવ્યુ હતું. ત્યારબાદ સતિષભાઈ મહેતાએ નગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ અદાલતમાં ફરીયાદ કરી હતી. અને કેસ ફરીયાદીની ઉલટતપાસ માંટે હોય પરંતુ કોઈપણ પ્રકારના કારણોસર અદાલત દ્વારા લોક અદાલતમાં મેટર ‘ડીસમીસ ફોર ડીફોલ્ટ’ કરી હતી.
જે હુકમ થી નારાજ થઈ ફરીયાદી સતિષભાઈ મહેતાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પોતાના એડવોકેટ રથીન.પી.રાવલ દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી. જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ રથીન.પી.રાવલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ એવી રજુઆત કરવામાં આવી હતી, કે લોક અદાલતમાં સમાધાન સીવાય કોઈપણ પ્રકારનો હુકમ પસાર થઈ શકે નહીં વધુમાં તેઓએ દલીલ કરેલી હતી ક લોક અદાલતની નોટીસ ફરીયાદીને આપી સંમતિ લેવી જરૂરી છે.ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ મુજબ આ હુકમો એકતરફી લોક અદાલતમાં પસાર થઈ શંક નહી જે રજુઆત ધ્યાને લઈ અપીલ મંજુર કરી નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ સદર મેટર નીચેની અદાલતમાં ન્યાય નીર્ણય માટે રીમાન્ડ બેક કરીને સીમાચીન્હ રૂપ ચુકાદો આપ્યો છે. નીચેની કોર્ટમાં એડવોકેટ જે બી શાહ સામે ફરી નેગોસીએબલ એકટ હેઠળ કેસ ચાલશે આ કામમાં સતીષભાઈ મહેતા વતી ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે રથીન.પી.રાવલ, દેવાંશ કકકડ તથા નીચેની અદાલતમાં એડવોકટ વિમલ એચ.ભટ્ટ, મનીષ સી.પાટડીયા, ડો.રાજેન્દ્રસિંહ સી.જાડેજા, પંકજ જી.મુલીયા, પારસકુમાર જે.પારેખ,અંકીત એન.દુધાગરા, રૂષીલ આર.દવે અને એ.એચ.કપાસી રોકાયેલા હતા.