રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એઈમ્સના લોકાર્પણ માટે તૈયાર રહેવા PMOમાંથી કલેક્ટરને આદેશ

05:56 PM Feb 01, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરના વિકાસ જેટ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે ઈન્ટનેશનલ એરપોર્ટ, એઈમ્સ, ઝનાના હોસ્પિટલ, સ્માર્ટ સિટી, અટલ સરોવર સહિતનાં મહત્વના પ્રોજેકટો તૈયાર થઈ ગયા છે ત્યારે વડાપ્રધાનના સ્વપ્ન સમાન એઈમ્સ હોસ્પિટલના લોકાર્પણ માટે તૈયાર એવા પીએમઓમાંથી કલેકટરને આદેશ કરવામાં આવતાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના જામનગર રોડ પર તૈયાર કરવામાં આવેલ એઈમ્સ હોસ્પિટલમાં તમામ સહુલતો તેમજ ઓપરેશન થીયેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ જતાં તાજેતરમાં જ જિલ્લા કલેકટરે એઈમ્સ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યુ હતું અને ગઈકાલે ગાંધીનગર ખાતે મીટીંગ અર્થે ગયા હતાં જ્યાં વિડિયો કોન્ફરન્સ મારફતે એઈમ્સની તૈયારી અંગે ચર્ચા થઈ હતી. પી.એમ. ઓફિસમાંથી આગામી 10 ફેબ્રુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી વચ્ચે એઈમ્સના લોકાર્પણ માટે તૈયાર રહેવા જિલ્લા કલેકટરને આદેશ કરવામાં આવ્યો છે.
આ અંગે વડાપ્રધાને સમય અને તારીખ ફાળવ્યા બાદ એઈમ્સના લોકાર્પણની તારીખ નક્કી થઈ જશે. એઈમ્સ સાથે તૈયાર કરવામાં આવેલી અદ્યતન ઝનાના હોસ્પિટલ સહિતના રાજકોટનાં વિવિધ પ્રોજેકટોનું પણ લોકાર્પણ કરવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર પ્રભુવ જોષીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આગામી તા.10 ફેબ્રુઆરીના બનાસકાંઠે વડાપ્રધાન દ્વારા એક લાખ આવાસ યોજનાનું લોકાર્પણ કરનાર હોય જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં પણ આવાસ યોજનાનું લોકાર્પણ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે માટે રાજકોટ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને તૈયારીઓ પૂર્ણ કરી દેવા ખાસ સુચના આપવામાં આવી છે.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot AIIMSrajkot news
Advertisement
Next Article
Advertisement