કોટડા સાંગાણી મામલતદાર કચેરીના ચોરી પ્રકરણમાં તપાસનો આદેશ
04:17 PM Sep 19, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી મામલતદાર કચેરીમાં થોડા દિવસ પહેલા કથિત રૂૂપે પાંચ હજારની ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દો કલેક્ટર સુધી પહોંચતા તેમણે તપાસના આદેશ આપ્યા હતા.
Advertisement
સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ, પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા છે, પરંતુ તેમાં ચોરીની ઘટના સ્પષ્ટપણે દેખાતી નથી. એડિશનલ કલેક્ટર અતુલ ગૌતમે જણાવ્યું છે કે, હાલ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે, પરંતુ ચોરીની ઘટના દેખાતી ન હોવાથી વધુ તપાસ ચાલુ છે.આ ઘટનામાં એક મહિલા મામલતદારે સિનિયર પુરુષ મામલતદાર પર ચોરીનો આક્ષેપ કર્યો હતો. કલેક્ટરના આદેશ બાદ આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Next Article
Advertisement