ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

છાત્રો વિનાની સરકારી શાળાઓ તાત્કાલિક બંધ કરવા ફરી આદેશ

03:47 PM Aug 01, 2025 IST | Bhumika
Advertisement

31 જુલાઇની સ્થિતિએ શિક્ષકોનું મહેકમ તૈયાર કરી મોકલવા શિક્ષણ વિભાગનો પરીપત્ર: આભાસી ચિત્ર ઉભું કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવા તાકીદ

Advertisement

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 31 જુલાઈની સ્થિતિએ મહેકમ તૈયાર કરીને શિક્ષણ વિભાગમાં મોકલી આપવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે. પ્રાથમિક શાળા શિક્ષકોનું મહેકમને લઈને પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખ્યો છે. એટલું જ નહીં, ઝીરો વિધાર્થીઓની સંખ્યા વાળી શાળાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે શિક્ષક મેળવવા આભાસી વિદ્યાર્થીઓ અથવા તો સંખ્યા વધારે બતાવે એવી ઘટના ન બને તે પણ જોવા તાકીદે સૂચના આપવામાં આવી છે.

શિક્ષણ વિભાગના સંદર્ભ-1 ના ઠરાવના પ્રકરણ-ઈ (1) ની જોગવાઈ મુજબ વિદ્યાર્થી-વિદ્યાસહાયક/શિક્ષકના પ્રમાણ અનુસાર દર વર્ષે 31 જુલાઇની સ્થિતિએ રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મંજૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જે અનુસાર ચાલુ વર્ષે પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકનું મહેકમ મંજૂર કરવાનું થાય છે.

શૈક્ષણિક વર્ષ 2025-26 ના વર્ષ માટે પ્રાથમિક શિક્ષકોના મહેકમ મંજુરીની પ્રક્રિયા શરૂૂ કરવાની હોઈ જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં ચાલુ વર્ષે પ્રવેશ મેળવેલ બાળકોની વિગતોની Child Tracking system (CTs)મા એન્ટ્રી/અપલોડ કરવાની કાર્યવાહી તા:- 15 જુલાઇ સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપેલ હતી. જે ધ્યાને લઈ તા:-31 જુલાઇ ની સ્થિતિએ શાળામાં દાખલ થયેલ તમામ બાળકોની વિગતો CTS પોર્ટલ પર અપલોડ થાય તે કક્ષાએથી સુનિશ્ચિત કરવાનુ રહેશે. ત્યારબાદ વિગતો અપલોડ ન થવા બાબતે કોઈ રજુઆત ધ્યાને લેવામા આવશે નહિ તેમજ SAS Portal A¡ Teacher Portal પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિગતો અપડેટ કરવાની કાર્યવાહી પણ પૂર્ણ કરવાની રહેશે. જે મુજબ ચાલુ વર્ષે સેટઅપ રજીસ્ટર તૈયાર કરવાના થતાં નિયત નમૂનાના 1 થી 12 પત્રકોની Excel Sheetસોફ્ટકોપીમાં આ સાથે સામેલ રાખેલ છે. જેથી આ 1 થી 12 પત્રકોમાં ભરવાની થતી તમામ વિગતો તૈયાર કરી રાખવાની રહેશે.

વધુમા શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય શિક્ષકની બદલી અંગેના નિયમો પ્રસિધ્ધ કરવામાં આવેલ છે જેમા કરવામા આવેલ જોગવાઈ મુજબ શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય શિક્ષકનું મહેકમ નક્કી કરવાનું થાય છે. જે અંગેની વિગતો પત્રક-2 માં ભરવાની રહેશે. આ સાથે School of Excellence ની વિગતો અને ચાલુ વર્ષે ધો-1 થી 5 ના વિદ્યાર્થીઓની સંખ્યાની સાથે બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઉમેરવાની રહેશે તેમજ મા દિવ્યાંગ બાળકોની માહિતી ભરવાની રહેશે. જેમાં 40 % કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા જ અને UDID (સ્વાવલંબન પોર્ટલ) પર નોંધાયેલ બાળકો કે દિવ્યાંગતા પ્રમાણપત્ર ધરાવતા બાળકોની જ માહિતી તૈયાર કરી ભરવાની રહેશે. સુચનાઓનું ચુસ્તપણે પાલન થાય અને સૂચનાઓનો સંપૂર્ણ અભ્યાસ કરી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓની વિગતો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે ભરાવવાની હોઈ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પત્રકમાં ભરવાની થતી તમામ વિગતો અપડેટ રાખે તે અંગેની જરૂૂરી સૂચના આપવાની રહેશે.

જે પ્રાથમિક શાળાઓમાં શુન્ય બાળકો હોય તેવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવવામાં આવેલ છે. જો તેમ કરવામાં નહિ આવે તો આ અંગે સબંધિત TPEO/DPEO/AOની જવાબદારી નક્કી કરવામાં આવશે જે શાળાઓમાં એક કે બે વધુ વિદ્યાર્થી હોવાના કારણે કે આભાસી સંખ્યાનું ચિત્ર દર્શાવી સંબંધિત શાળા દ્વારા વધારાના શિક્ષક મેળવવા કે મહેકમ જળવાય તેવી ઘટના ના બને તે ધ્યાને લઇ આવી શાળાઓની વિગતો જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાતે જ ચકાસણી કરવાની રહેશે.

CBSE હવે બાંધકામ મુજબ નવા વર્ગોની મંજૂરી આપશે
રાજ્યમાં આવેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી (CBSE ) સ્કૂલોને વર્ગોની મંજૂરી જમીનના આધારે નહીં, પરંતુ બાંધકામના આધારે આપવાનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી શહેરમાં ઓછી જગ્યામાં આવેલી મોટી સ્કૂલોને પણ આ નિયમના કારણે વધુ વર્ગો મળતા ન હતા. પરંતુ હવે સ્કૂલનું બાંધકામ જેટલું વધુ હશે તેટલા વધારે વર્ગો સ્કૂલને મળશે જોકે આ માટે સ્કૂલે પ્રમાણિત કાર્પેટ એરિયા અંગેનું પ્રમાણપત્ર આપવું પડશે. આમ, હવે સ્કૂલની જગ્યા નહીં પરંતુ બાંધકામના આધારે વર્ગોની મંજૂરી મળવાથી વિદ્યાર્થીઓને નજીકમાં જ સ્કૂલમાં પ્રવેશ મળવાની શક્યતાઓ વધશે.

 

Tags :
government schoolsgujaratgujarat newsstudents
Advertisement
Next Article
Advertisement