For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જજ સંદિપ ભટ્ટની બદલીનો વિરોધ યથાવત; હાઇકોર્ટમાં કામગીરી ઠપ્પ

05:37 PM Aug 28, 2025 IST | Bhumika
જજ સંદિપ ભટ્ટની બદલીનો વિરોધ યથાવત  હાઇકોર્ટમાં કામગીરી ઠપ્પ

એડવોકેટ એસોશિએશનનો હડતાળ પાછી ખેંચવાનો ઠરાવ છતાં વકીલો હાઇકોર્ટની કાર્યવાહીથી અળગા રહયા; સુપ્રિમની દખલ બાદ મામલો થાળે પડવાની શકયતા

Advertisement

ગુજરાત હાઇકોર્ટની રજિસ્ટ્રીના દરેક ખૂણામાં, દરેક ટેબલ, હાઇકોર્ટના કોરિડોર તેમજ અગત્યના સ્થાનો પર સીસીટીવી લગાવવા અંગેનો હુકમ કરનાર અને હાઇકોર્ટ રજિસ્ટ્રીની સિસ્ટમ સામે વકીલોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની પ્રસ્તાવિત બદલીના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન કોર્ટ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો.

જોકે, આ એલાન બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની આ મામલે રચાયેલી વિશેષ કમિટીને તેમની રજૂઆત બાબતે સુપ્રીમ કોર્ટ બોલાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના આમંત્રણને પગલે કમિટીના છ સભ્યો દિલ્હી જવા રવાના પણ થઈ ગયા છે. ગુરૂૂવારે (28 ઓગસ્ટ) આ મામલે ચીફ જસ્ટિસ સાથે મહત્ત્વની બેઠક યોજાશે. બીજીબાજુ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જયારે સકારાત્મક વલણ દાખવી કમિટીના પ્રતિનિધિમંડળને રૂૂબરૂૂ સાંભળવા બોલાવ્યા છે, ત્યારે હવે હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા કોર્ટ કામકાજથી અળગા રહેવાના એલાનને પાછું ખેંચવા બાબતે પણ તાકીદની અસાધારણ સભા બોલાવવામાં આવી હતી. જોકે, આ તમામ વકીલ સભ્યોને હાઇકોર્ટની ન્યાયિક કામગીરીમાં પોતાની વ્યવસાયિક ફરજોમાં જોતરાઈ જવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ, આ અપીલ બાદ પણ વકીલો દ્વારા આજે પણ કોર્ટની કામગીરી બંધી રાખવામાં આવી છે.

Advertisement

સુપ્રીમ કોર્ટે વિવિધ હાઇકોર્ટના જે 14 જજીસની સૂચિત બદલી પ્રસ્તાવિત કરી છે, તેમાં હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ માનવેન્દ્રનાથ રોયનો પણ સમાવેશ થાય છે. જો કે, હાઇકોર્ટની આંતરિક સિસ્ટમ સામે જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીને લઈ ગુજરાતના ન્યાયતંત્રમાં બહુ ઘેરા અને આકરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની એકસ્ટ્રા જનરલ મિટિંગમાં મોટાભાગના વકીલ સભ્યોએ જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીનો જોરદાર વિરોધ કર્યો હતો અને અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામવા ઉગ્ર માંગણી કરી હતી. જેને લઈ આખરે એસોસિએશન દ્વારા કોર્ટ કામકાજથી અળગા રહેવાનું એલાન અપાયું હતું. જેને પગલે બપોર બાદ હાઇકોર્ટમાં રૂૂટીન કોર્ટ કામગીરી ખોરવાઈ ગઈ છે.

આ દરમિયાન ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી તરફથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈના પર્સનલ સેક્રેટરીને ફોન કરી તેમની રૂૂબરૂૂ મુલાકાત માટે સમય માંગવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં ચીફ જસ્ટિસ તરફથી હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની વિશેષ કમિટી કે જેમાં છ સભ્યોનો સમાવેશ કરાયો છે, તે પ્રતિનિધિમંડળને રૂૂબરૂૂ મળવા માટે દિલ્હી આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને પગલે એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી, સિનિયર એડવોકેટ અસીમ પંડયા, ભાર્ગવ ભટ્ટ, એડવોકેટ બી. એમ. મંગુકીયા સહિતના છ સભ્યો દિલ્હી જવા રવાના થઈ ગયા છે જે આજે બપોરે 1.50 કલાકે દેશનાં મુખ્ય ન્યાયમૂર્તિ ગવઇને મળીને રૂબરૂ મળશે. આ મૂલાકાત બાદ આ સમગ્ર મામલો થાળે પડે તેવી શકતાઓ દર્શાવાઇ છે.

રાજકોટમાં હડતાલનો ઠરાવ મોકૂફ રાખતા કોર્ટ કાર્યવાહી ચાલુ રહી

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા આજે તા.28/08/2025 ના રોજ જે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની ઠરાવ કરવામાં આવ્યો હતું, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનને મળવાનું જણાવેલ હોય, જેથી ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રીજેશભાઈ જે. ત્રિવેદી દ્વારા ગઈકાલે થયેલ ઠરાવનો અમલ મુલ્તવી રાખ્યો હતો. અને જે અંગે સમર્થન આપનાર તમામ બાર એસોસિએશનને ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી. જેને પગલે રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજે તા.28/08/2025 ના રોજ કોર્ટ કાર્યવાહીથીઅલિપ્ત રહેવાનો ઠરાવ મૌકુફ રાખવાનું ઠરાવી કોર્ટ કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રાખવાનો ઠરાવ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement