માણાવદરના દગડ ડેમ પાસે જ મૃત પશુના નિકાલનો વિરોધ: પૂર્વ ભાજપ પ્રમુખ લાલચોળ
મૃત પશુના હાડ-માંસ પાણીમાં ભળતા હોવાનો હરિભાઈ ભૂતનો આક્ષેપ : કલેક્ટરને કરાઈ રજૂઆત
માણાવદરથી જૂનાગઢ રોડપર દંગડ ડેમ સાઈડ પાસે મરેલા પશુઓના નિકાલ કરાવની સાઈટ છે. જે અંગે પૂર્વ ભાજપ પ્રમુખ હરીભાઈ ભૂતે તાજેતરમાં અસરગ્રસ્તોની મુલાકાત વખતે મળેલી મીટીંગમાંચોકાવનારી રજૂઆત કરી છે કે ઉગ્ર રજૂઆત કરી કે આ સાઈટ તાકિદે બંધ કરાવો કારણ આ સાઈડટ પાસે દગડડેમના પાણી છલકાય છે ત્યારે તે પાણીમાં કપાયેલા હાડ-માસ તથા તેની ગંદકી ભળીને દગડડેમ સાઈટથી શહેરના ચેક ડેમ જડેશ્ર્વર મંદિરથી રસાલા ડેમથી બાંટવા ખારાડેમ સુધી આ મરેલા ઢોરના હાડ-માસ, ગંદકી પાણી પ્રવાહ સાથે ભળીને તમામ શુધ્ધ પાણી અશુધ્ધ ગંદકી ભળેલું બનેલ છે. આ એટલી હદે ભયાનક ગંદકી છે કે તેમાં ભુલેચુકે શુધ્ધ વરસાદના પાણી શમજી લોકો હાથ પલાળેતો સાબુથી હાથ ધોવા છતાં દુર્ગંધ જતી નથી. આ સંગ્રહિતપાણીમાં સતત ગંદકી ભળતી રહે તે પાણી જમીનમાં ઉતરે તે કુવા-બોર વાટે પાલિકા સ્ત્રોતમાં તથા અન્ય સ્ત્રોતમાં ઉતરે છે. જે માનવ જીંદગી સાથે ભયાનકચેડા સમાન છે. આ ભયાનક ગંદકી અંગે પુર અસરગ્રશ્ત વખતે મુલાકાતે આવેલા મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત કલેક્ટર તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં હરીભાઈ ભૂતે ઉગ્ર રજૂઆત કરી છે.
પ્રેસયાદીમાં જણાવેલ કે આ અત્યંત ઘાતક રીતે પીવાના કે ડેમોના પાણીમાં આ મરેલા ઢૌરના હાડમાસ ગંદકી તથા તેમાં રહેલા રોગ ચાળા વાળા જંતુથી અસુધ્ધ થાય છે તેમજ દગડડેમની બન્ને સાઈડોમાં પણ પાણીની તપાસ કરવા માંગ કરી છે. જો આ અંગે ગંભીરતાથી નહીં લેવા સમગ્ર શહેરતથા તાલુકાની જનતા અસાધ્ય રોગચાળાનો ભાગ બનશે તેવી સ્થિતિ હોવા છતાં શા માટે આ સ્થળેથી હટાવાતું નથી? ઉચ્ચ અધિકારીઓને સ્થલ મુલાકાત લેવા જણાવેલ પરંતુ કોઈ તપાસ કરતા નથી. તથા ડેમોના સુધ્ધ પાણીની લેબોરેટરી થાય તો ભયંકર ન્હદે અશુધ્ધ મળે તે માટે તપાસ કરાવો અને માનવ જીંદગી સાથે થતાં ચેડા બંધ કરવા માંગ કરી છે. એક બાજુ સરકાર આરોગ્ય લક્ષી કરોડના બજેટ ફાળવે છે. પરંતુ આવા ભયંકર સ્થળોને ફેરવતા નથી જેથી માનવ જીંદગી જોખમાય છે. લોકો કારણ વીના પીડાય શકે છે. લોકોને અપીલ કરી છે ડેમોા પાણીમાં નાહવા કે કંગાળ કરતા નહીં નહીંતો રોગનો ભોગ બનશો.