રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એકપણ બૂથમાં વિપક્ષ પ્લસ ના રહેવું જોઇએ: પાટીલ

03:58 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં આગામી લોકસભાની ચુંટણી પૂર્વે ભાજપની ગાડી ટોપ ગીયરમાં શરૂ થઇ છે અને આજથી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહ, સંગઠન મહામંત્રી રત્નાકરજી સહીતના ટોચના નેતાઓની હાજરીમાં બે દિવસની બેઠકનો પ્રારંભ થયો છે.
આ બેઠકમાં પ્રદેશ ભાજપના પદાધિકારીઓ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખો, જિલ્લા ભાજપના પ્રભારીઓ, પ્રવકતા હાજર રહેલ છે.
આ કારોબારી બેઠકમાં ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે જિલ્લા સંગઠન પદાધિકારીઓને બરાબરનો પાઠ ભણાવ્યો હતા. અને લોકસભાની ચુંટણીમાં એક પણ બુથમાં વિપક્ષ પ્લસ ના રહે તેની તકેદારી રાખવા સુચના આપી હતી.
કારોબારી બેઠકમાં સી.આર.પાટીલે જણાવ્યું કે માત્ર 26 બેઠક જીતવાની નથી. એકપણ બુથમાં વિપક્ષ પ્લસ ના રહેવું જોઈએ.
માત્ર પ્રયત્નથી નહીં ચાલે પરિણામ લાવો. 15 હજારથી વધારે નેગેટિવ બુથ પ્લસ કરવા ટકોર કરી છે. આચાર સંહિતા પહેલા તમામ લાભાર્થીઓનો સંપર્ક કરો. લાભાર્થીઓ, મતદાર યાદી આપી તેનું શું કર્યું છે. જેમાં ફેબ્રુઆરીમાં આચાર સહિતા લાગુ પડે એ પહેલા તમામ લાભાર્થીઓનો સંપર્ક કરો.
લોકસભા ચૂંટણી પહેલાં ભાજપની મહત્વની બેઠક થઇ છે. પ્રદેશ, જિલ્લા ભાજપના હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમાં કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી તથા લોકોને ભાજપ તરફ કેવી પ્રેરિત કરવા અંગે માર્ગદર્શન અપાયુ છે.

Advertisement

Tags :
anyboothgujaratinnotOpposition Plus shouldPatilPoliticsstay
Advertisement
Next Article
Advertisement