For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી ખર્ચના ભાવ નક્કી કરવા સામે રાજકીય પક્ષોનો વિરોધ

04:00 PM Mar 20, 2024 IST | Bhumika
ચૂંટણી ખર્ચના ભાવ નક્કી કરવા સામે રાજકીય પક્ષોનો વિરોધ
  • કોંગ્રેસના પ્રમુખે લેખિતમાં કલેક્ટરને કરી રજૂઆત: બજારભાવ કરતા મોટાભાગની વસ્તુઓના ભાવ દોઢા, સુધારો કરવા માગણી

લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણી પંચ દ્વારા એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. તેમાં આચારસંહિતાના કડક અમલ માટે ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતાખર્ચ માટેનો ભાવ પણ નક્કી કર્યા છે. જેમાં ચા-નાસ્તાથી લઈને મંડપના ભાવ ફીક્સ કર્યો છે ત્યારે બજારભાવ કરતા દોઢા ભાવ હોય જેની સામે રાજકીય પક્ષોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. અને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચૂંટણીપંચને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર અંકુશ લાવવા માટે ગઈકાલે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પ્રચાર દરમિયાન ચા-નાસ્તાથી લઈને મંડપ સુધીના તમામ વસ્તુઓ પર કરવામાં આવતા ખર્ચના ભાવ નક્કી કરાવમાં આવ્યા છે. 500 વસ્તુનો ભાવપત્રક આપવામાં આવ્યું છે. જેમાં અડધી ચાના 20 રૂપિયા નાસ્તાના 63 રૂપિયા, સેન્ડવીચ, સમોસા, કચોરી, દહિવડા અને બટેટાવડાના 90 રૂપિયા તથા સાંજના બોજનના 126 રૂપિયા, વેજીટેબલ થાળીના 153 રૂપિયા તથા ડ્રાઈવરના રૂા. 3000, રિક્ષાના 500 રૂપિયા, મંડપગાળાના 2400 રૂપિયા, ટેબલના 275 રૂપિયા તેમજ ગાદલા-ગોદડા, ડી.જે. પાર્ટી, આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ, શાલ, શાફા, બગી, ફટાકડા સહિતના કોઈપણ વસ્તુનો ચુંટણી પ્રચારમાં ઉપયોગ થાય તેમાં ભાવ નક્કી કરાયા છે.

આ ઉપરાંત લક્ઝરી હોટલના રૂમથી લઈને ગેસ્ટહાઉસના ભાડા પણ ફીક્સ કરાયા છે અને હેલીકોપ્ટર તેમજ એરક્રાફ્ટનો ચુંટણી પ્રચારમાં ઉપયોગ થાય તો તેનો પણ ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ખર્ચના વસ્તુઓના ભાવ બજાર કરતા દોઢા ફીક્સ કરતા રાજકીય પક્ષોમાં વિરોધ ઉઠ્યફો છે. આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનો દ્વારા ચુંટણી પંચને લેખીતમાં રજૂઆત કરી ભાવમાં રહેલી વિસંગતતા દૂર કરી સુધારો કરવા જણાવ્યું છે.

Advertisement

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં મંડપના એક ગાળામાં બજાર ભાવ કરતા દોઢા હોવાનું તેમજ ટેબલ, ખુરશી અને ક્લોથના ચુંટણી પંચે 240થી 275 રૂપિયા ભાવ નક્કી કર્યો છે જેની સામે બજારમાં ટેબલખુરશી 150 રૂપિયામાં મળે છે. જ્યારે સોફાના 300 રૂપિયા ભાવ નક્કી કરાયા છે. પરંતુ બજારમાં 275માં ભાડે મળે છે.અડધી ચાના 20 રૂપિયાનક્કી કરાયા છે. પરંતુ બજારમાં 10 રૂપિયામાં અડધી ચા મળે છે જ્યારે નાસ્તામાં ડીસના 90 રૂપિયા નક્કી કરાયા છે. પરંતુ 50 રૂપિયામાં નાસ્તો મળે છે.
આજ રીતે ભોજનમાં પણ 126 રૂપિયા ભાવ નક્કી કરાયો છે. પરંતુ બજારમાં 100 રૂપિયામાં થાળી મળે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement