જૂનાગઢ મનપાના બોર્ડમાં પાણી, આરોગ્ય મુદ્દે વિપક્ષનો હંગામો
ગરીબોના ઘરોનું ડિમોલિશન અને બાબા સાહેબની પ્રતિમા મુદ્દે સાશક-વિપક્ષ સામસામે, પ્લેન દુર્ઘટના સહિતના મૃતકોનેે શ્રધ્ધાંજલિ અપાઇ
જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે તીવ્ર ચર્ચા, વિરોધ અને વાદવિવાદ સાથે યોજાયું હતું. જ્યાં પ્રિમોન્સૂન કામગીરી, ગટર-પાણીની સમસ્યા, ગરીબોના ઘરોનું ડિમોલિશન અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને લઇ અનેક મુદ્દે વિપક્ષે શાસક પક્ષ સામે સવાલો ઉઠાવ્યા હતા. વાદ-વિવાદ વચ્ચે મ્યુનિ.કમિશનરને વિદાય આપવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ શુક્રવારે ભારે વાદવિવાદ, શ્રદ્ધાંજલિ અને અનેક પ્રશ્નોને લઈને ચર્ચાસભર રહ્યું હતું.બોર્ડની શરૂૂઆતના બે મિનીટ પહેલાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીના નિધન, ઝાંઝરડા રોડ પર ગેસ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મૃત્યુ, હેમાબેન આચાર્યના અવસાન, અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકો તથા સાબલપુર નજીક એક ખાડામાં ડૂબી ગયેલા બાળકના મૃત્યુ પર શોક પ્રસ્તાવ પાસ કરી બે મિનિટ મૌન પાળવામાં આવ્યું.
વિરોધ પક્ષના નેતા રાવણ પરમારે કહ્યું કરવામાં આવતી હોય અને રજૂઆતને રાષ્ટ્રગીત વગાડીને આદેશ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ રીતે રાષ્ટ્રગીતનું અપમાન થાય છે, એવી પદ્ધતિ બંધ થવી જોઈએ, આ અંગે ઠરાવ પસાર કરવાની માંગ કરી હતી. કોંગ્રેસ કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ વોકળા વિસ્તારમાં દબાણ દૂર કેમ નથી થતું તે અંગે કડક રજૂઆત કરી.જ્યારે કમિશનરે જણાવ્યું કે માપણી શીટ અપાઈ છે, હાઈકોર્ટના હુકમ અનુસાર નોટિસ આપી કાર્યવાહી શરૂૂ છે.રાવણ પરમારના મતાનુસાર શહેરમાં વોંકળા પર એકપણ એવું દબાણ નથી કે જેના પર કાર્યવાહી થઈ હોય. લલિત પણસારાએ ભારે શાબ્દિક હુમલો કર્યો હતો.
તેમણે જણાવ્યું કે ભાજપની બિલ્ડિંગ્સને પાડી નથી, તમે ફરજ ચુક્યા છો, માહિતી સમયસર અપાતી નથી. 1 થી 15 વોર્ડમાં , સફાઈ, પાણીની વ્યવસ્થા અંગે પણ માહિતી નથી. અદ્રેમાન પંજા એ ટાઉનહોલ માટે 8 કરોડનો ખર્ચ કરાયો હોવા છતાં તેનો ઉપયોગ ન થતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો,કોંગ્રેસના કોર્પોરેટર સોનલબેનએ શહેરમાં ગંદા પાણીના પ્રશ્ન પર વોટર વર્ક શાખાને ઘેરી લીધા. જવાબમાં અધિકારીઓએ કહ્યું કે આ પ્રશ્નો અગાઉ ઊભો થયો હતો હવે આવી કોઈ સમસ્યા નથી. અદ્રેમાન પંજાએ અર્બન હેલ્થ સેન્ટરોની વિલંબથી કામગીરી શરુ ન થવા અંગે પણ રજૂઆત કરી.
લોકો સુખાકારી માટે આરોગ્યની સુવિધા ન મળે તે ચિંતાજનક છે, અદ્રેમાન પંજાએ દલીલ કરી કે, ધારાગઢ વિસ્તારમાં રહી રહેલા ગરીબોના ઘરો પાડી નાખવામાં આવ્યા છે, પરંતુ વિકલ્પરૂૂપે કોઈ જગ્યા અપાઈ નથી. કમિશનરે જવાબ આપ્યો કે દબાણ દૂર કરવાનું કામ રેવન્યુ વિભાગે કર્યું છે મનપાએ નહિ.ત્યારે મેયર ધર્મેશભાઈએ કહ્યું કે ધારાગઢના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા માટે કલેક્ટરને રજૂઆત કરવા માટે ઠરાવ કરાયો છે.કોંગ્રેસના કોર્પોરેટર અદ્રેમાન પંજાએ તીખી ટિપ્પણી કરતા કહ્યું કે દુર્ઘટનામાં ત્રણ નિર્દોષોએ જીવ ગુમાવ્યા.
તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવા જેટલી પણ કાર્યવાહી થઈ નથી.અદ્રેમાન પંજાએ ટાઉનહોલના બંધ હાલત માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરી, જ્યારે લલિત પણસારાએ જણાવ્યું કે, નરસિંહ મહેતા તળાવ કામમાં થયેલા ભ્રષ્ટાચાર સામે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી.બોર્ડના અંત ભાગમાં વિરોધ પક્ષે બોર્ડની બેઠક દરમિયાન ધરણે પર બેસીને વિરોધ નોંધાવ્યો, પરંતુ મેયર દ્વારા રજૂ મુદ્દાઓનો નિરાકરણ લાવવાની ખાતરી મળતા વિપક્ષ પક્ષ ફરી જનરલ બોર્ડમાં જોડાયો હતો.