રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાસકો જાગ્યા, ફાયર વિભાગનું મહેકમ ત્રણ ગણું વધાર્યુ

03:46 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

લાયન સફારી પાર્કની કામગીરી પુરજોશમાં શરૂ, મેઇન ગેટ સહિતના કોમોના ખર્ચ મંજૂર

અગ્નિકાંડ બાદ સરકારે વસ્તી આધારિત બે સેટઅપ ઊભા કરવાનો નિર્ણય લઇ ભરતીના નિયમોમાં ફેરફાર ર્ક્યા

મનપાની આવતીકાલની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફાયર વિભાગની ભરતીની દરખાસ્ત મુકાઇ

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી અલગ-અલગ કામોની 46 દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જે પૈકી હવે ફાયર વિભાગના સેટઅપમાં મોટો ફેરફાર કરવાની સરકારે મંજૂરી આપતા હવે ફાયર વિભાગનું મહેકમ ત્રણ ગણુ થશે. તેવી જ રીતે ડેપ્યુટી ફાયર ઓફીસર અને સ્ટેશન ઓફિસરની ભરતીના નિયમોમાં પણ સુધારા કરી નિયમો કડક બનાવવા આવ્યા છે. હાલના 225 સેટઅપ સામે ફાયર વિભાગમાં 696 અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત થશે. તેવી જ રીતે ત્વરીત કામગીરી માટે વસ્તી આધારીત ઓપરશેનલ અને પ્રીપેન્શન એમ બે પ્રકારની રીંગ તૈયાર કરવામાં આવશે. જે કાલ સ્ટેન્ડિંગમાં મજુર થયા બાદ તુરંત નવી ભરતીની પ્રક્રિયા શરૂ કરાશે. તેમ સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યુ હતું.
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મળનાર છે.

જેમાં અન્ય દરખાસ્તોની સાથો-સાથ ફાયર વિભાગમાં નવું સેટઅપ ઉભુ કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. હાલ 225 મહેકમ હાયત છે. જેમાં 423નો વધારો કરી કુલ 696નું સેટઅપ ઉભુ કરવામાં આવશે., સરકારના અદેશ મુજબ ફાયર વિભાગનું બે વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. ેજમાં ઓપરેશનલ વિંગમાં 626નું મહેકમ જે ફિલ્ડ વર્કનું કામ કરશે. જ્યારે પ્રિપીન્શન વિંગમાં 70નું મહેકમ રાખવામાં આવ્યું છે. જે ઓફીસની કામગીરી કરશે. તેવી જ રીતે ડેપ્યુટી ફાયર ઓફીસર અને સ્ટેશન ઓફીસરની ભરતીની લાયકાતમાં સુધારો કરી ઓફીસરનો અનુભવ પાંચ વર્ષ માંથી 7 વર્ષનો કરવાની સાથો-સાથ સાતમાં પગાર પંચ મુજબ વેતન મળશે. આવતીકાલે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મંજુર કરવામાં આવશે. તેવી જ રીતે સ્ટેન્ડિંગમાં વર્ગ 2માં ફરજ બજાવતા નોકરીમાં સળંગ બાર વર્ષ થયા હોય તેવા કર્મચારીઓ સાતમાં પગાર પંચનો લાભ આપવા તથા અલગ-અલગ રોડ ઉપર પ્રેવીંગ બ્લોક તથા કમ્પાઉન્ડ વોલ અને ઝૂ ખાતે મોટા ઉંદરના સાઇજના વાંદરા માટે પાંજરા બનાવવા માટે ડીઆઇ પાઇપ લાઇન અને હાઉસ કનેક્શન તથા અમુક શેરીઓમાં ડામર રોડ તથા કર્મચારીઓને બીમારી સબબ સારવારના ખાસ ખીસ્સામાં આર્થિક સહાય મંજુર કરવા સહિતની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

રેઇન વોટર હાર્વેસ્ટિંગ જન ભાગીદારી યોજનામાં ગ્રાન્ટ મળશે
શહેરમાં જન ભાગીદારીથી રેઇન વોટર હાર્વેસ્ટીંગ માટે 200 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે અંતર્ગત બોરવેલ રીચાર્જ માટે 70 મીટરથી 100 મીટર સુધીના રીચાર્જિંગ માટે 90% રકમનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવશે. જ્યારે 10% ખર્ચ હાઇરાઇઝ બિલ્ડીંગ તથા રજીસ્ટ્રર સોસયાટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ ભોગવાનો રહેશે.

લાયન સફારી પાર્ક ખાતે ટૂ વે ગેટ બનાવાશે
પ્રધ્યુમન પાર્ક ઝૂ ખાતે લાયન સફારી પાર્કમાં અલગ-અલગ જગ્યાએ ટૂ વે ગેઇટ બનાવવામાં આવશે. તેમજ પાર્કની અંદર ઇન્સ્પેક્શન પાથ તૈયાર કરવામાં આવશે. તેમજ ઝુ ખાતે સ્મોલ એનિમલ-પાણીમાં રહેતા ઉંદર, નાની સાઇઝના વાંદરા તથા કાચબા માટે પાંજરા બનાવવા સહિતની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજુ કરવામાં આવી છે.

શહેરના 33 સ્થળે હોર્ડિંગ બોર્ડ પ્રસિદ્ધ કરવાના હક અપાશે

મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલ ચોક અને કાલાવડ રોડ બ્રિજ બનતા એજન્સી દ્વારા આ સ્થળ ઉપરના હોર્ડિંગ બોર્ડ માટેના ટેન્ડર સરેન્ડર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે બ્રિજના કામ પૂર્ણ થઇ ગયેલ હોય. નવ એજન્સી દ્વારા હોર્ડિંગ બોર્ડ પર જાહેરાત પ્રસિદ્ધ કરવા માટે ટેન્ડર ભરવામાં આવેલ. આથી તેની દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગમાં મૂકવામાં આવેલ છે. આથી બાકી રહી ગયેલા 18 બોર્ડ જેની મુદ્દત પૂરી થઇ ગયેલ છે. તેમજ નવી 13 સાઇટસ તથા બે પેકેજ મળી કુલ 33 હોર્ડિંગ બોર્ડ સાઇટ માટેની આવતીકાલે મંજૂરી આપવામાં આવશે.

હાઉસિંગ પ્રોજેક્ટના ઇકોનોમિક સરવે માટે અડધા ભાવ આવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા હાઉસિંગ પ્રોજેક્ટ માટે સોશ્યો ઇકોનોમિક સર્વે કરવા માટે અગાઉ એજન્સીની નિમણુંક કરવામાં આવેલ. ત્યારે રૂા.225 ભાવ આવ્યો હતો. જે કામ આજ સુધી શરૂ ન થતા ફરિ વખત આજ કંપનીએ સર્વેનો ટેન્ડર ભરી જેમાં ભાવ રૂા.145 આવ્યો છે. આથી મહાનગરપાલિકાને નવા ભાવ મુજબ કરોડો રૂપિયાનો ફાયદો થશે. તેમ સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું.

ગોલમાલની આશંકા : વાર્ષિક વહીવટી અહેવાલ ત્રણ વર્ષ બાદ રજૂ થશે

મહાનગરપાલિકા નિયમ મુજબ દરેક વિભાગનો ખર્ચ સહિતનો વાર્ષિક અહેવાલ દર વર્ષે રજુ કરવામાં આવતો હોય છે. પરંતુ અગ્નિકાંડ બાદ મચેલી અફરા તફરીમાં તેમજ છેલ્લા બે વર્ષ દરમિયાન અનેક વિભાગોએ વાર્ષિક અહેવાલ કોઇ કારણોસર તૈયાર કરેલ ન હોય અને જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા વાર્ષિક અહેવાલ ન આપી કૌભાંડ આચરવાનો આક્ષેપ ર્ક્યા બાદ હવે તંત્ર સફાળુ જાગ્યુ છે અને એક સાથે 2019થી 2022 સુધીનો વાર્ષિક વહિવટી અહેવાલ સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરવામાં આવ્યો છે. જેનો ગઇકાલે અભ્યાસ ર્ક્યા બાદ સાચી હકીકત જણાવા મળશે તેમ લાગી રહ્યું છે.

પેડક રોડ પર 2.29 કરોડના ખર્ચે વોકિંગ ટ્રેક બનશે

મનપા દ્વારા વોર્ડ નં.5માં પેડક રોડ ઉપર આવેલ અટલ બિહારી ભાજપાઇ ઓડીટોરીયમ પાસેના અનામત પ્લોટ ઉપર વોકીંગ ટ્રેક તથા કામ્પાઉન્ડ વોલ અને લાગુ વોકળા ઉપર સેલબ ભરવા માટે રૂા.2.29 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ મોરનીંગ વોકીંગ ટ્રેક 235 મીટર અને કામ્પાઉન્ડ વોલ 175 ચો.મી. કરવામાં આવશે. જેના માટે કે.એસ.ડી.ક્ધસ્ટ્રક્શનને કામ સોંપવામાં આવશે.

એક વૃક્ષ વાવીને જતન કરવાના ત્રણ વર્ષના રૂા.3200 મનપા ચૂકવશે

ગો-ગ્રીન યોજના હેઠળ વૃક્ષારોપણની કામગીરી કરવામાં માટે મહાનગરપાલિકાએ આ વર્ષે ખાડા ખોદાણ, જરૂરી માટી, ખાતર, ફર્ટિલાઇઝર, વૃક્ષના રોપાઓ, સમયાંતરે જરૂરી ગેઇપ ફિલીંગના રોપાઓ, રક્ષણ માટેના ટ્રી-ગાર્ડસ તથા વૃક્ષોનું વાવેતર કરી ત્રણ વર્ષ સુધી પિયત આપી વૃક્ષ ઉછેરવા માટે ફરી રૂા.1.10 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને ટ્રેન્ડર મુજબ આ વખતે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સાંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમને રૂા.3200 લેખે કામ આપવામાં આવશે.

હવાલેથી ફરજ બજાવતા 20 કર્મચારીનો સેક્રેટરી વિભાગમાં સમાવેશ

રાજકોટ મહાનગરપાલિકામાં સેક્રેટરી વિભાગમાં અત્યાર સુધી હવાલેથી ફરજ બજાવતા 20 કર્મચારીનો સેક્રેટરી વિભાગમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સેક્રેટરી 01, ડેપ્યુટી સેક્રેટરી 01, આસી.સેક્રેટરી 01, પી.એ.ટુ મેયર 01, પી.એ.ટુ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી 01, સ્ટેનો ટુ મેયર 01, હેડ ક્લાર્ક 02, સિનીયર ક્લાર્ક 02, જુનિયર ક્લાર્ક 04, નાયક 02 અને પટ્ટાવાળા 04 સહિતના 20 કર્મચારીઓ હવે સેક્રેટરી વિભાગના કર્મચારીઓ ગણાશે.

Tags :
gujaratgujarat newsLion Safari Parkrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement