For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વી કેન ગ્રૂપ દ્વારા 17મી ઓગસ્ટથી સખી સુપર મોલ, સ્કિલ સેન્ટરનો પ્રારંભ

04:03 PM Jul 31, 2024 IST | admin
વી કેન ગ્રૂપ દ્વારા 17મી ઓગસ્ટથી સખી સુપર મોલ  સ્કિલ સેન્ટરનો પ્રારંભ

ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાના હેતુથી બહેનોને ટોક્ન ચાર્જથી મળશે જગ્યા

Advertisement

WE CAN GROUP દ્વારા રાજકોટની જનતા માટે લોકલ ટુ વોકલ સાથે ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરી બહેનોને કાયમી પ્લેટફોર્મ પુરુ પાડ્યા હતુ. રાજકોટના હાર્દ સમા કાલાવડ-રોડ અમિન માર્ગ ખાતે 11મી ઓગષ્ટથી સખી સુપર મોલ અને બહેનોના સ્કીલ સેન્ટરનો શુભારંભ થશે.

રાજકોટની બહેનો દિકરીઓ માટે ખાસ ટોકન ચાર્જથી શરૂ થઇ રહ્યું છે. સ્કિલ સેન્ટર વી.કેન.ગ્રૂપના સભ્યો બહેનો માટે ફી રહેશે.

Advertisement

સખી સુપર મોલમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળીને લગતી તમામ યુનિક પ્રોડક્ટસ ખજાનો મળશે. શરૂઆતનાં તબક્કામાં આયોજન દર શનિ/રવિવારે રહેશે. જેમાં બહેનોએ અગાઉથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ સખી સુપર મોલમાં ઘરેથી કંઇ પણ નાનો મોટો વ્યવસાય કરતી બહેનોને પ્લેટફોર્મ પુરુ પાડવાના હેતુથી વી.કેન.ગ્રૂપે બહેનો એક્ઝિબિશનમાં ભાગ લેવા આંમત્રિત કર્યા છે.
એક્ઝિબિશમાં ભાગ લેવા ઇચ્છુક બહેનો માટે શનિવારે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે ડો.પીનાબેન શેઠ 74339 27606, હિનાબેન રાવલ 84602 10531નો સંર્પક કરવો.

Advertisement
Tags :
Advertisement
Advertisement