કેશોદ પાલિકાના આધારકાર્ડ કેન્દ્રમાં લોકો પાસેથી ઉઘાડી લૂંટ
કેશોદ નગરપાલિકા ના સભાખંડમાં બેસી આધાર કાડેમાં નામ કે અન્ય કોઈ પણ બાબતે સુધારા વધારા કરવામાં આવે છે ત્યારે આ કામ કરતી સંસ્થા દ્વારા લોકો પાસેથી ઉધાડી લુંટ ચલાવવામાં આવી રહી છે તેમ જાણવા મળ્યું છે.
કેશોદ નગરપાલિકા દ્વારા આધાર કાડેમાં સુધારા વધારા બાબતે ની કામગીરી કરવામાં આવે છે ત્યારે અનેક લોકો પોતાના નામમાં કોઈ ભુલ હોય કે અન્ય બાબતે આધાર કાડેમાં સુધારા માટે જ્યારે નગરપાલિકા એ જાય ત્યારે ગ્રાહક પાસેથી આવા સુધારા માટે રૂૂ 100 ફી ઉધરાવવામાં આવે છે ત્યારે આ બાબતે આધાર કાડે સુધારો કરતાં એજન્ટ ને પુછવામાં આવતાં તેઓએ જણાવ્યું હતું કે સુધારા કરવાની ફી રૂૂ 100 છે અને તે લોકો પાસેથી અમો લયએ છીએ તેમ જણાવ્યું હતું પરંતુ અમોએ આ બાબતે ઉડાણ પુવેક તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આધાર કાડે સુધારો કરવો હોયતો તેની ફી રૂૂ 50 છે પરંતુ અહીં લોકો પાસેથી નગરપાલિકા કચેરી ખાતે આધાર કાડે સુધારા બાબતે રૂૂ 100 લેવાય રહીયા છે ત્યારે લોકો ની સામે ઉધાડી લુંટ થતી હોય છે ત્યારે આ બાબતે લોકોની ફરિયાદ ઉઠી છે ત્યારે નગરપાલિકા દ્વારા તપાસ કરી યોગ્ય પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.
