For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વારસદારોને જ સફાઈ કામદારની નોકરી મળશે

05:51 PM Sep 02, 2024 IST | Bhumika
વારસદારોને જ સફાઈ કામદારની નોકરી મળશે
Advertisement

મનપાએ ભરતીના નિયમમાં સુધારો કરી વય મર્યાદા 40માંથી 45 કરી 350 ફોર્મ ભરાયા

મહાનગરપાલિકા દ્વારા અંતે કામચલાઉ ધોરણે સફાઈ કામદારોની ભરતીનો નિર્ણય લઈ ફોર્મ બહાર પાડ્યા છે. આજ સુધીમાં 350 ફોર્મ ભરાઈને આવી ગયા છે. પરંતુ સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Advertisement

પહેલા ઉમર મર્યાદા 18 વર્ષથી 40 વર્ષ સુધીની હતી જેમાં હવે 5 વર્ષનો વધારો કરી 45 વર્ષ કરાઈ છે. પરંતુ ઉમેદવારના માતા-પિતા અથવા દાદા-દાદી કોઈ પણ એક વ્યક્તિ સફાઈ કામદાર તરીકે નોકરી કરી ગયા હોય તેમને જ નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેના લીધે બહારથી ભરતી કરવાના નિયમનો છેદ ઉડી જતાં ઓછા ફોમ ભરાયા હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની નવી ભરતી કરવા માટે વાલ્મીકી સમાજ સહિતના યુનિયનો દ્વારા વખતો વખત રજૂઆતો કરવામાં આવી હતી. જે અનુ સંધાને ગત માસે મનપાને કામ ચલાઉ ધોરણે સફાઈ કામદારની ભરતી કરવાનો નિર્ણય લઈ જાહેરાત કરી હતી. અને ફોર્મ ભરવાનું ચાલુ કર્યુ છે. પરંતુ સફાઈ કામદારોની ભરતીમાં નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે. જેમ કે, રાજકોટ શહેરમાં 20 વર્ષથી રહેતા હોય તેવા અરજદારો તદ ઉપરાંત આ અરજદારના માતા-પિતા અથવા દાદા-દાદી કે, કોઈ પણ એક વ્યક્તિ સફાઈ કામદાર તરીકે નોકરી કરી ચુક્યા હોય તેમના વારસદારને નોકરી આપવી તેવી જ રીતે ઘરના કોઈ સભ્ય અન્ય વિભાગમાં સરકારી નોકરી કરતા હોય તો તે કુટુંબના અરજદારને નોકરી ન આપવી તેવા નિયમો બનાવવામાં આવ્યા છે.

ફોર્મ વિતરણ શરૂ થતાં જ અગાઉ નોકરી કરી ચૂક્યા હોય તેવા અનેક સફાઈ કામદારોના વારસદારોને ફોર્મ ભરેલા છે છતાં વાલ્મીકી તેમજ અન્ય સમાજના લોકો કે જેઓ નોકરી ઈચ્છતા હતાં તેમને હવે નોકરી મળી શકે તેમ ન હોવાથી આ બાબતે અંદરખાને વિરોધ ઉઠ્યો હોવાનું જાણવા મળેલ છે.

શહેરમાં દરેક વોર્ડની વસ્તી તેમજ ક્ષેત્રફળમાં વધારો થતાં દિવસે દિવસે સફાઈ કામદારોની જરૂરિયાત ઉભી થઈ રહી છે અનેક વિસ્તારોમાં સફાઈ ન થતી હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. જેના લીધે મનપાએ હવે ના છૂટકે સફાઈ કામદારોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ નિયમોમાં સુધારા કરાતા જરૂરિયાત જેટલા સફાઈ કામદારો મળી શકશે કે કેમ તેવો પ્રશ્ર્ન ઉભો થયો છે. છતાં ફોમ ભરવાની છેલ્લી તારીખ બાદ અને ફોમની ચકાસણી કર્યા વાદ કેટલાક અરજદારોને નોકરી મળી છે તે વિગત બહાર આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement