રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યની 1606 સરકારી શાળામાં માત્ર એક જ શિક્ષક

12:29 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

વિધાનસભામાં સરકારનો સ્વીકાર: જ્ઞાન સહાયકોની ભરતી કરવા ખાતરી અપાઈ: સરકારની બેદરકારીથી શિક્ષણની હાલત કથળી હોવાના કોંગ્રેસના આક્ષેપ

Advertisement

સરકારી શાળાઓમાં શિક્ષકની ઘટથી રાજ્યમાં શિક્ષણની હાલત કથળી ગઈ છે. અને લાંબા સમયથી આ પ્રશ્ર્ન રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે રાજ્યની 1600થી વધારે શાળાઓમાં એક જ શિક્ષકથી શૈક્ષણિક કાર્યચાલી રહ્યું હોવાનું રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં સ્વીકારવામાં આવ્યું હતું.

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષાર ચૌધરીએ રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક ફરજ બજાવતો હોય તેવી કેટલી શાળાઓ છે. આ શાળાઓમાં શિક્ષકોની કેમ ઘટ વર્તાઇ છે. આ ઉપરાંત એક જ શિક્ષક હોય તેવી શાળાઓમાં શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તે બાબતે સરકાર પાસે જવાબ માગ્યો હતો.

રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે, ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી 1606 પ્રાથમિક શાળાઓ છે,જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રી શ્રી ડિંડોરે ઉમેર્યું કે, પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથોસાથ શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાય છે. જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી આરટીઈ એક્ટ હેઠળ કરવામાં આવે છે. જેમાં 30 વિદ્યાર્થી દીઠ 01 શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે. જેના પરિણામે એકજ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સંખ્યા આધારિત શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવશે તેમ, તેમણે ઉમેર્યું હતું.

ધારાસભ્યો, સચિવોએ બાળકોને સરકારીમાં ભણાવવા જોઈએ: ગેનીબેન
સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી અપાતુ. વિધાનસભા ગૃહમાં સરકારી શિક્ષણ સામે આ સવાલ ઉઠાવ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે. તેમણે દાવો કર્યો છે કે સરકારી સ્કૂલોમાં સ્ટાફની અછત છે અને ભૌતિક સુવિધાનો ભારોભાર અભાવ છે. તેઓ આરોપ લગાવ્યો કે જાણી જોઇને શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે અને સરકારી શાળાઓનો એકડો ભૂસવાનો સરકાર પ્રયાસ કરી રહી છે.

વધુમાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, સરકારી કચેરીઓના મકાનો જર્જરીત છે કેટલાક તો બંધ કર્યા છે. રાજ્યમાં શિક્ષક વ્યવસ્થા સાવ પડી ભાંગી છે. પુરના ઓરડા અને શિક્ષકો નથી. રાજ્યમાં શિક્ષણમાં સુધારો લાવવા જરૂરી છે. રાજ્યના 182 ધારાસભ્યો, સચિવો અને સરકારી કર્મચારીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવા જોઈએ જો આપણને જ એમા ભરોષો નહીં હોય તો સુધારો ક્યારે આવશે.

13 હજાર શિક્ષકોની ઘટ
રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 13 હજાર શિક્ષકોની ઘટનો મુદ્દો વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સામે આવ્યો. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગંભીર આરોપ લગાવ્યા છે. સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 13 હજાર શિક્ષકોની ઘટ હોવાનો ઘટસ્ફોટ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કર્યો છે. ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ વર્ષ 2022માં 13013 શિક્ષકોની જગ્યા ખાલી, સરકારી શાળાઓમાં માધ્યમિકમાં 1057 અને ઉચ્ચતર માધ્યમિકમાં 1287 મળી 2344 જગ્યાઓ ખાલી, બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક 5206, ઉચ્ચતર માધ્યમિક 5453 મળી 10669 જગ્યા ખાલી હોવાની વિગતો આપી છે. જેમાં વર્ષ 2023માં સરકારી માધ્યમિક શાળામાં 671 જ્ઞાન સહાયકની નિમણુક, બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળામાં 3467 જ્ઞાન સહાયકની ભરતી કરી પણ ઉચ્ચતર માધ્યમિકમાં એક પણ જ્ઞાન સહાયકની ભરતી હજુ થઈ નથી. હજુ સરકારી પ્રાથમિક શાળામાં 386 અને ગ્રાન્ટેડ શાળામાં માધ્યમિક 1739 શિક્ષકોની જગ્યા ખાલી હોવાની વિગત વિધાનસભા કોંગ્રસ પક્ષના નેતા અમિત ચાવડાના સવાલ પર શિક્ષણ મંત્રીએ રજૂ કરેલા જવાબમાં સામે આવી છે.

Tags :
government schoolsgujaratgujarat newsTeacher
Advertisement
Next Article
Advertisement