ઉપલેટામાં માત્ર એક દુકાન પર બેનર લાગ્યું: નફરતની બજારમાં મહોબતની દુકાન
બસ સ્ટેન્ડ તરફના જાહેર સ્થળોએ પણ આવા બેનરો લાગવા જોઈએ તેવા લોકોમાં ઉઠ્યા સવાલો
ઉપલેટા શહેરમાં પંચ હાટડી ચોકમાં કિંગ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ નામની એકમાત્ર દુકાને જ કોંગ્રેસ દ્વારા બેનર લગાવતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા દરમિયાન ‘નફરતની બજારમાં મહોબતની દુકાન’નું સ્લોગન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં મળતા અને કોંગ્રેસ પક્ષ દ્વારા અણ સમજૂ જનતાને ખટાખટ ખટાખટ દ્વારા સારો દેખાવ થતા આ સ્લોગનને વધુ બળ મળેલ ત્યારે શહેરના વોર્ડ નંબર 9 ના પંચ હાટડી વિસ્તારના સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરાની આગેવાનીમાં પંચહાટડી વિસ્તારમાં તેની પોતાની એકનીજ દુકાને નફરતની બજારમાં મહોબ્બતની દુકાનનું બેનર લગાડવામાં આવ્યું હતું. જેને લઈને લોકોમાં પણ કુતુહલ જાગ્યું હતું કે મોહબ્બતની દુકાન માત્ર પંચ હાટડી વિસ્તાર પુરતી જ છે કે અન્ય વિસ્તારમાં પણ લાગુ પડે છે તેવા સવાલો પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના અમુક હોદ્દેદારો સામે ઉપલેટા શહેરની આમ જનતામાં ઊઠ્યા હતા. આ તકે ભાજપમાંથી કોઈ ભાવ ના પૂછતા કોંગ્રેસમાં ગયેલા અને હાલના કોંગ્રેસના મહામંત્રી કમલેશભાઈ વ્યાસે જણાવેલ કે છેલ્લા દસ વર્ષ થયા પોતાના શાસનમાં ભાજપ નફરતની દુકાન ચલાવી રહી છે.
ગત લોકસભાની ચૂંટણીમાં દેશની જનતાએ કોંગ્રેસની ખટાખટ ખટાખટની લાલચમાં અમુક અણસમજુ જનતાએ ખટાખટ ખટાખટ નામનું લોલીપોપ આવશે એવી આશા સાથે નફરતની દુકાનો બંધ કરવાનો સંકેત પણ આપી દીધો હતો. આગામી સમયમાં આવનારી પંચાયતો અને પાલિકાની ચૂંટણીમાં પણ લોકો ખટાખટ ખટાખટની લાલચમાં નફરતની દુકાનો બંધ કરાવી દેશે તેવી ‘મૂંગેરી લાલ કે હસીન સપને’ જેવી આશા વ્યક્ત કરી હતી.
આ ફોટો સેશન કાર્યક્રમમાં પંચ હાટડી વિસ્તારના મુસ્લિમ આગેવાનો સાથે ફોટા પડાવનાર પોતાના વિસ્તારમાં આવા બેનરો ન લગાડી શકતા હોદેદારો અને આગેવાનો પણ જોડાયા હતા. લોકોમાં આશ્ચર્ય સાથે સવાલ પણ ઉપસ્થિત થયો છે કે કહેવાતા અમુક કોંગ્રેસના આગેવાનોએ પોતાની જ્યાં ઉઠબેઠ છે એવા ગાંધી ચોક, બંબાગેટ, ભગતસિંહ ચોક, બાપુના બાવલા ચોક, વડ ચોક અને બસ સ્ટેન્ડ ચોક જેવા વિસ્તારોમાં પણ આવા બેનરો લગાવવા જોઈએ જેથી નફરતની દુકાનો બંધ થાય તેવી પણ લોકો દ્વારા સલાહ આપવામાં આવી હતી.