For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી દવાના ગોડાઉનમાં તપાસના નામે માત્ર ‘નાટક’!

03:40 PM Oct 16, 2025 IST | Bhumika
સરકારી દવાના ગોડાઉનમાં તપાસના નામે માત્ર ‘નાટક’

માઇનસ ડિગ્રીમાં રાખવાની દવાઓ બેકઅપ જનરેટર ન હોવાથી બગડી જવાની સંભાવના

Advertisement

ગાંધીનગરથી આવેલી ટીમે માત્ર ઢોંગ કર્યો હોવાનો ગોડાઉનના પૂર્વ કર્મચારીનો આક્ષેપ

ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ (GMSCL)ના રાજકોટ સ્થિત ગોડાઉનમાં સરકારી દવાઓના જથ્થા અને વહીવટમાં વ્યાપેલી ગંભીર બેદરકારી તેમજ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ગોડાઉનના પૂર્વ કર્મચારી મહેન્દ્ર બગડાએ ગઈકાલે (15 ઓક્ટોબર) ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ માત્ર ઢોંગ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમજ રાજકોટમાં સરકારી દવાઓનાં જથ્થાની અવ્યવસ્થા-ભ્રષ્ટાચારનાં આરોપ લગાવ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગના વહીવટ સામે અનેક સવાલો ઉભા થયા છે.

Advertisement

પૂર્વ કર્મચારી મહેન્દ્ર બગડાએ જણાવ્યું કે, ગાંધીનગરથી આવેલી તપાસ ટીમ માત્ર ઢોંગ કરીને ગઈ છે. આ સમગ્ર મામલે મેનેજર કક્ષાનો ખુલાસો તેમની પાસે માંગવામાં આવ્યો હતો. ગોડાઉનમાં દવાઓ રાખવા માટે જરા પણ જગ્યા નથી, તેમ છતાં ગાંધીનગરથી એકસાથે 5થી 6 ટ્રક ભરીને દવાઓનો જથ્થો મોકલી દેવામાં આવે છે. વધારાની જગ્યાના અભાવે આ બધી દવાઓ બોક્સમાં જ પડી રહે છે.

સૌથી ગંભીર ખુલાસો કોલ્ડ સ્ટોરેજ અંગેનો છે, જ્યાં માઇનસ ડિગ્રીમાં રાખવી જરૂૂરી એવી જીવનરક્ષક દવાઓ પણ જોખમમાં છે. આ અંગે મહેન્દ્ર બગડાએ જણાવ્યું કે, ગોડાઉનમાં કોલ્ડ સ્ટોરેજ છે, પરંતુ લાઇટ જતી રહે ત્યારે બેકઅપ માટેનું જનરેટર ગ્રાન્ટના અભાવે છેલ્લા દોઢ વર્ષથી ચાલુ થઈ શક્યું નથી.

ગ્રાન્ટ આપવામાં ન આવતા, લાઇટ જાય તો માઇનસ ડિગ્રીમાં રાખવાની દવાઓ બગડી જવાની પૂરેપૂરી સંભાવના છે, જે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે મોટો ખતરો ઊભો કરી શકે છે. વહીવટી સ્તરે અન્યાયનો આક્ષેપ કરતા મહેન્દ્ર બગડાએ કહ્યું કે, આ સમગ્ર બેદરકારી અને કૌભાંડ માટે જવાબદાર મુખ્ય લોકોને છોડીને નિર્દોષ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે અને છૂટા કરી અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવ્યા, જેની જાણ પણ તેમને કરવામાં આવી નહોંતી. તેમજ GMSCL ગોડાઉનમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો નહીં હોવાનું અને ફાયર એનઓસી પણ લેવામાં આવી ન હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement