રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્પેશિયલ શિક્ષકની પરીક્ષામાં 2034માંથી માત્ર 188 પાસ

12:18 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે 3 હજાર સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરવાનો નિર્ણય લેવાયા બાદ તે અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે, પરિણામ જાહેર થયાના લાંબા સમય પછી જાહેર થયેલી ભરતીમાં લાયક ઉમેદવારોની સંખ્યા માત્ર 188 જ છે, તો પછી આ 3 હજારની ભરતી કઈ રીતે કરવામાં આવશે તે એક પ્રશ્ન છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મે- 2023માં સ્પેશિયલ એજ્યુકેટર માટે પરીક્ષા લેવામાં આવી હતી અને તેનું પરિણામ જુલાઈ-2023માં જાહેર કરાયું હતું. જેમાં માત્ર 188 ઉમેદવારો જ પાસ થયા હતા. જેથી આ ઉમેદવારો જ ભરતી માટે લાયક બન્યા છે ત્યારે 3 હજાર જગ્યાની ભરતીની જાહેરાત હાસ્યાસ્પદ બની રહેશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ધો.1થી 5માં 1861 અને ધો.6થી 8માં 1139 જેટલા સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવી છે. સ્પેશિયલ એજ્યુકેટર બનવા માટેની ઝઊઝ-1 અને ઝઊઝ-2ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડને લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 25 મે, 2023ના રોજ આ પરીક્ષાનું આયોજન કર્યું હતું.

Advertisement

ધો.1થી 5ની શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર બનવા માટે સમગ્ર રાજ્યમાંથી 2273 ઉમેદવારો નોંધાયા હતા અને તેમાંથી પરીક્ષા વખતે 1927 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધો.6થી 8ની શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર બનવા માટે સમગ્ર રાજ્યમાંથી 2034 ઉમેદવારો નોંધાયા હતા અને તેમાંથી પરીક્ષા વખતે 1803 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ જુલાઈ-2023ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટર માટેની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં ધો.1થી 5ની શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર બનવા માટે લેવાયેલી પરીક્ષામાં માત્ર 35 ઉમેદવારો જ પાસ થવામાં સફળ રહ્યા હતા. જ્યારે ધો.6થી 8ની શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર બનવા માટેની પરીક્ષામાં 153 ઉમેદવારો સફળ રહ્યા હતા. આમ, બંને મળીને કુલ 188 ઉમેદવારો જ સ્પેશિયલ એજ્યુકેટર બનવા માટે લાયક બન્યા હતા. આમ, માત્ર 188 ઉમેદવારો જ લાયક બન્યા છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જ 3 હજાર સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટેની જાહેરાત કરી છે.

સ્પેશિયલ એજ્યુકેટર માટેની પરીક્ષાનું પરિણામ જાહેર થયાને લગભગ 7 માસ કરતા વધુ સમય થઈ ગયો છે ત્યારે પરિણામ વખતે જ તમામને જાણ હતી કે માત્ર 188 ઉમેદવારો જ ભરતી માટે લાયક બન્યા છે. ત્યારે વિભાગ દ્વારા 3 હજાર સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટેની જાહેરાત આપી છે તો બાકીના ઉમેદવારો ક્યાંથી લાવવામાં આવશે તે એક પ્રશ્ન છે. નિયમ અનુસાર સ્પેશિયલ એજ્યુકેટર માટેની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ ભરતી માટે લાયક બનતા હોય છે, ત્યારે ભરતી માટે તો 188 ઉમેદવાર જ લાયક બન્યા છે અને જો તમામને નિમણૂક આપી દેવામાં આવે તો પણ 2812 જગ્યાઓ ખાલી પડે તેમ છે. જેથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા ફારસરૂૂપ સાબિત થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsTeacher
Advertisement
Next Article
Advertisement