ગિરનાર આરોહણ સ્પર્ધામાં વિવાદ
વિજેતાઓના ટ્રોફી અને પ્રમાણપત્રો અટકાવાયા
સ્પર્ધકોને લગાવેલી ચીપમાં ભૂલ હોવાથી વીડિયો રેકોર્ડિંગના આધારે નવા વિજેતા જાહેર કરાયા પણ ટ્રોફી-પ્રમાણપત્રો હજુ બાકી
રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા વિવાદમાં આવી છે રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં વિવાદ સર્જાતા વિજેતાઓના નામ બદલવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા કરવામાં આવેલી રેકોર્ડ બ્રેકની જાહેરાત પણ ખોટી સાબિત થઈ છે. 17 મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ગત તારીખ ફેબ્રુઆરી 2025 માં યોજાય હતી જેમાં મોટો વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રીય સ્પર્ધામાં તંત્રની બેદરકારી પણ આવી છે.
ગિરનાર આરોહણ સ્પર્ધામાં 19 રાજ્યોના 450 કરતા પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગિરનાર આરોહણ સ્પર્ધા ખૂબ જ કઠિન માનવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાઈઓ માટે 5500 પગથિયા હોય છે અને બહેનો માટે 2200 પગથિયા હોય છે. આ સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધક જ્યારે થોડા જ સમયમાં નીચે આવે છે ત્યારે તેમને ચિપ લગાવવામાં આવે છે. ચીપ લગાવ્યા બાદ સમયની ગણતરી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ચિપમાં કોઈ ખામી સર્જાતા વિવાદનો વંટોળ ઊભો થયો છે.
સ્પર્ધકોને બપોરે 12:00 વાગે તે જ દિવસે એટલે કે જ્યારે આ સ્પર્ધા યોજાઈ હતી તે દિવસે ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં જુનિયર ગર્લ્સ વિભાગમાં ઉત્તર પ્રદેશની રચના યાદવ અને પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું તેવી જ રીતે જુનિયર બોયઝ વિજેતામાં બીજા નંબર ઉપર હરિયાણાના હરિ કેશ નામના સ્પર્ધકને ઇનામ વિતરણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ સ્થળ ઉપર હાજર રહેલા અને રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય નંબર ઉપર વિજેતા રહેલા સ્પર્ધકોએ વિરોધ કર્યો હતો અને ખોટી રીતે ઇનામ આપવામાં આવ્યા છે તેવી રજૂઆત લેખિતમાં કરવામાં આવી હતી.
જુનાગઢ રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અને આ રજૂઆત પ્રથમ તો ધ્યાન ન લીધી પરંતુ આ સમગ્ર વાતની જાણ જ્યારે જિલ્લા કલેકટરને કરવામાં આવી ત્યારે તેમણે આ બાબતને ગંભીરતાથી લઈને લવાદ કમિટીની રચના કરી હતી. અને કમિટી દ્વારા ચિપ ના કોન્ટ્રાક્ટરને બોલાવી તેમની પાસેથી ખુલાસો માગ્યો હતો અને તેમણે પણ સ્વીકાર્યું હતું કે તેમની આપેલી ચીપમાં ભૂલ સર્જાય છે. એટલે તેનું પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું હતું. ઉપરાંત જે સ્પર્ધકોને અન્યાય થયો હતો તેમને વીડિયો રેકોર્ડિંગ ના આધારે સમયની ગણતરી કરી અને નવા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
રમતવીરોનો સ્પર્ધાના સંચાલકો પર આક્ષેપ
નવા વિજેતા તો જાહેર કરી દેવામાં આવ્યા પરંતુ આજ દિન સુધી વિજેતા સ્પર્ધકોને ટ્રોફી કે સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી. ઉપરાંત રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જુનો રેકોર્ડ તોડવામાં આવ્યો છે તેવી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતો ખોટી સાબિત થઈ છે અને વિગત 2022 માં જૂનાગઢના યુવાન લાલા પરમાર દ્વારા જે રેકોર્ડ બનાવવામાં આવ્યો છે તે હજુ પણ અણનમ છે. આમ સૌથી વધુ કપરી ગણાતી આ સ્પર્ધામાં વિવાદ સર્જાતા લોકોને હવે સ્પર્ધાના સંચાલકો પર ભરોસો રહ્યો નથી અને આ સ્પર્ધામાં ક્યાંકને ક્યાંક ગોટાળા થતા હોવાના પણ આક્ષેપો ઊભા થયા છે. ત્યારે નિષ્પક્ષ રીતે આ સ્પર્ધા થાય તે ખૂબ જ જરૂૂરી છે.