ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ જિલ્લામાં 37 લાખમાંથી 16 લાખ લોકોના જ ઇ-કેવાયસી થયા

05:11 PM May 01, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોના ઇ-કેવાયસી ફરજિયાત કરવાની મુદત 30 એપ્રિલ પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ રાજકોટ જિલ્લામાં 37 લાખમાંથી 16 લાખ લોકોએ જ ઇ-કેવાયસી કરાવ્યું છે. જયારે 21 લાખ લોકોના ઇે-કેવાયસી હજુ બાકી છે.

હાલ રાજકોટ જિલ્લામાં માત્ર 43 ટકા જેટલી જ કામગીરી પૂર્ણ થાય છે. પરંતુ ર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ માર્ગદર્શન આવ્યું નથી અને હજુ પણ ઇ- કેવાયસીની કામગીરી લોકો કરાવી શકશે સાથે જ અનાજ પણ રાબેતા મુજબ મળશે
પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇ-કેવાયસી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી જેને લઇ હજુ પણ ઇ-કેવાયસીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. સાથે જ અનાજ પણ રાબેતા મુજબ મળશે અને આગામી સમયમાં કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા મુદત પણ વધારવામાં આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

Tags :
E-KYCgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement