રાજકોટ લોકમેળામાં માત્ર 15 ફોર્મ જ ભરાઇને પરત, કાલે છેલ્લો દિવસ
વધુ એકવાર મુદતમાં વધારો થવાની શક્યતા, નવા કલેકટર માટે મેળો પડકારરૂપ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વર્ષના પરંપરાગત રાજકોટ લોકમેળાની તૈયારીઓ વહેલી શરૂૂ કરી દેવામાં આવી છે. મેળા માટેના ફોર્મ વિતરણ અને વિવિધ ટેન્ડર પ્રક્રિયાઓ આરંભી દેવામાં આવી છે પરંતુ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં લોકોની સુસ્તી જોવા મળી રહી છે. અગાઉ ફોર્મ વિતરણની મુદત પૂર્ણ થઈ ગયા બાદ ફરી મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો જે આવતીકાલે પૂર્ણ થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 100 જેટલા ફોર્મ ઉપડ્યા છે પરંતુ તેમાંથી માત્ર 15 જેટલા જ ફોર્મ ભરાઈને પરત જમા થયા છે ફોર્મ ભરવાની મુદત આવતીકાલે પૂર્ણ થતી હોવા છતાં અત્યંત ઓછી સંખ્યામાં ફોર્મ ભરાયા હોવાથી, લોકમેળા સમિતિ દ્વારા ફરી એક વખત મુદતમાં વધારો કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. વહીવટી તંત્ર મેળાને સફળ બનાવવા કટિબદ્ધ છે, પરંતુ ફોર્મ ભરવામાં થતી આ ધીમી પ્રતિક્રિયા ચિંતાનો વિષય બની રહી છે.
રાજકોટના વર્તમાન કલેક્ટર પ્રભવ જોષીની ગાંધીનગર ખાતે ટુરિઝમ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશને રાજકોટના નવા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નવા કલેક્ટર ઓમ પ્રકાશ માટે રાજકોટનો લોકમેળો એક મોટો પડકાર બની રહેશે. છેલ્લા ઘણા સમયથી મેળાના સંચાલકો દ્વારા જઘઙ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. નવા કલેક્ટરની નિમણૂક થઈ છે અને લોકમેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ વિરોધ અને મેળાના સુચારુ આયોજનની જવાબદારી તેમના શિરે રહેશે.