ફાયર NOCની ઓનલાઈન કામગીરી શરૂ, લાઈવ વીડિયો ફરજિયાત
એનઓસી રિન્યૂની કામગીરી એફએસઓ દ્વારા કરાશે પરંતુ તમામ સત્તા મનપાના ફાયર વિભાગ પાસે રહેશે
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી મુદ્દે કડક કામગીરી મહાપાલિકાએ હાથ ધરી છે. જેમાં ખાસ કરીને નવી ફાયર એનઓસી અને રિન્યુની કામગીરીમાં મોટાફેરફાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી નવી ફાયર એનઓસી માટે ઓફલાઈન કામગીરી ચાલુ હતીં. તેમાં નવા નિયમનો ઉમેરો કરી હવે ઓનલાઈન કાર્યવાહી શરૂકરવામાં આવી છે. પરંતુ નવી ફાયર એનઓસીની અરજી થયા બાદ મનપાના ફાયર વિભાગ દ્વયારા સ્થળ તપાસ હાથ ધરાશે ત્યારે સ્થળ ઉપર ફીટ કરેલ ફાયર સેફ્ટીના સાધનોનો લાઈવ વીડિયો અપલોડ કરવાનો રહેશે. જેના આધારે ઓનલાઈન નવી ફાયર એનઓસી મળવા પાત્ર છે. જ્યારે એનઓસી રિન્યુ માટે એફએસઓનો સંપર્ક કરવાનો રહેશે. છતાં તમામ સત્તા મનપાના ફાયર વિભાગને આપવામાં આવી છે.
અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી માટે એકમો દ્વારા દોડા દોડી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ઓફલાઈન નવી ફાયર એનઓસી અપાતી હતી જેમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કર્યા બાદ અરજદારોએ તેના ફોટા અને વીડિયો સુટીંગ કરી પેનડ્રાઈવેમાં રજૂ કરવાની થતી હતી પરંતુ એક સ્થળે ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરી તેનું શુટીંગ કર્યા બાદ આ સાધનો અન્ય જગ્યાએ ફીટ કરી ફોટા તેમજ સુટીંગ કરવામાં આવતૂું હોવાની ફરિયાદો ઉઠતા સરકારે નવું નોટીફીકેશન બહાર પાડી હવેથી ઓફલાઈન થતીં નવી ફાયર એનઓસીની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. જે મુજબ અરજદારે અરજી કર્યા બાદ મનપાના ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે અને નિયમ મુજબ ફીટ કરવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનોનું ટેસ્ટીંગ તેમજ ચકાસણી કરાશે. જેનું વીડિયો સુટીંગ લાઈવ અપલોડ કરવાની સુચના આપવામાં આવી છે.
જેના ઉપરથી ઓનલાઈન નવું ફાયર એનઓસી મળી શકશે તેવી જ રીતે ફાયર એનઓસી રિન્યુ કરવાનું હોય ત્યારે એફઓસઓનો સંપર્ક કરવાનો રહેશે તેમના દ્વારા એપ્રુઅલ આપ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. છતાં તમામ પ્રક્રિયા પુર્ણ થયા બાદ મનપાના ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યાર બાદ એફઓસઓ દ્વારા ઓનલાઈન મુકવામાં આવેલ ફાયર એનઓસી રિન્યુ થઈ શકશે. આ નવું પ્રક્રિયાનો આજતી પ્રારંભ કરવામાં આવ્યો છે. અને અત્યાર સુધી મહાનગરપાલિકામાં નવી ફાયર એનઓસી માટે કરવામાં આવેલ અરજીનો નિકાલ કરી નવા અરજદારોને ઓનલાઈન અરજી કરવા માટેની સુચના આપવામાં આવી છે.