મારવાડી યુનિ.ની ઓનલાઇન ડિગ્રી યુજીસી દ્વારા માન્ય ગણાશે
પોસ્ટ ગ્રેજયુએટ અને અંડર ગ્રેજયુએટના 2-2 કોર્સને મંજૂરી
રાજકોટમાં આવેલી નેકમાં એ+ ગ્રેડ ધરાવતી મારવાડી યુનિવર્સિટીને હાલમાં જ ઓકટોબર 2024થી લાગુ કરીને ઓનલાઇન ડીગ્રી પ્રોગ્રામ્સ શરૂ કરવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) પાસેથી યુજીસી એનટાઇટલ્ડ કેટેગરી હેઠળ મંજુરી મળી ગઇ છે. યુજીસીએ કુલ ચાર ઓનલાઇન કોર્સ શરૂ કરવા માટે યુનિવર્સિટીને મંજુરી આપી છે. આ અભ્યાસક્રમોમાં બે અંડર-ગ્રેજ્યુએટ કોર્સ - બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) અને બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન (બીસીએ) તથા તેની સાથે બે પોસ્ટ ગ્રેજયુએટ કોર્સ-એમએ ઇન ઇંગ્લિશ લિટ્રેચર અને એમએસસી ઇન મેથેમેટીકસનો સમાવેશ થાય છે.
મારવાડી યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન ડીગ્રી અભ્યાસક્રમો શ કરવા લેવામાં આવેલા આ નિર્ણય પાછળનો વિચાર સમગ્ર વિશ્ર્વમાં વિદ્યાર્થીઓને સુલભ અને ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ પુરું પાડવાનો છે. આ અભ્યાસક્રમો ખાસ એવા લોકોની જરિયાતોને પુરી કરે છે. જેઓ સામાજિક, આર્થિક કે અન્ય કોઇ વ્યક્તિગત કારણોસર કોલેજના ફૂલટાઇમ અભ્યાસક્રમોને ભણી શકે તેમ નથી અથવા તો એક સાથે બે વિષયોમાં અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવે છે.
મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દુનિયાના કોઇપણ ખૂણામાંથી અભ્યાસ કરી શકે છે.કેમ્પસ ડિગ્રીઓને સમાન શૈક્ષણિક માન્યતા પૂરી પાડે છે. અમે આ શિક્ષણ મેળવવામાં આવતા અવરોધોને દૂર કરવા માટે અને સમાજના દરેક તબકકાના વિદ્યાર્થીઓને ભણવાની વિશ્ર્વસ્તરીય તકો પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે તૈયાર છીએ.પ્રથમ તબકકામાં મારવાડી યુનિવર્સિટી આ ઓનલાઇન ડીગ્રી પ્રોગ્રામ્સ શ કરશે: બીબીએ, બીસીએ, એમએ ઇન ઇંગ્લીશ અને એમએસસી ઇન મેથેમેટિકસ. આ પ્રોગ્રામમાં એડમિશન વર્ષમાં બે વખત આપવામાં આવશે.
ઓકટોબર અને એપ્રિલ મહિનામાં. ઓનલાઇન ડીગ્રી પ્રોગ્રામમાં એડમિશન, ભણાવવાની તેમજ પરીક્ષાની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હાથ ધરવામાં આવશે અને વિદ્યાર્થીને કયારેય યુનિવર્સિટીમાં આવવાની જર નહીં પડે. 21મી સદીમાં વધુ લોકોને તેમને જે સ્પીડથી ભણવાની ઇચ્છા હોય તે સ્પીડ અને રીતથી ભણાવવાનું ચલણ છે જે આ ઓનલાઇન કોર્સમાં શકય બનશે.
વિશ્ર્વના ટોપ સાઈટેડ વૈજ્ઞાનિકોની યાદીમાં મારવાડીના 9 પ્રોફેસરો
વૈજ્ઞાનિકનું નામ સંશોધનનું ક્ષેત્ર
4ડો. કાંતાદેવી અરૂણાચલમ એન્વાર્યમેન્ટલ સાયેન્સ
4ડો. શોભિત પટેલ સીઈએઆઈ
4ડો. સુશીલકુમાર સિંહ સીઈએઆઈ
4ડો. સુનિલ લાવડિયા સીઈએઆઈ
4ડો. જુવેરિયા પરમાર સીઈએઆઈ
4ડો. નિશીથ દેસાઈ રસાયણશા
4ડો. રણવિજયકુમાર મિકેનિકલ
4ડો. વિરેન્દ્રકુમાર યાદવ બાયોસાયેન્સ
4ડો. સનપ્રીતસિંહ મિકેનિકલ