મુખ્ય શિક્ષકની બદલી માટે આજથી તા.7 સુધી ઓનલાઇન અરજીનો પ્રારંભ
ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા એચ ટાટા શિક્ષકો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્ય શિક્ષકોની બદલી માટે ઓફલાઈન કેમ્પ યોજાશે. 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી મુખ્યશિક્ષકો બદલી માટે ઓનલાઈન અરજી કરી શકશે. તેમજ 27 જાન્યુઆરી સુધી શાળા પસંદગી કરાવી હુકમ કરી દેવામાં આવશે. શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે જાહેરાત કરી છે.
શિક્ષણ વિભાગના સંદર્ભ-1 ના ઠરાવથી રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત મુખ્ય શિક્ષકોના બદલી નિયમો પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ-2 ના પત્રથી એચટીએટી મુખ્ય શિક્ષકના જિલ્લા ફેર બદલી કેમ્પ (ઓફલાઇન પધ્ધતિથી)નું વિગતવાર શિડ્યુલ જાહેર કરી અગ્રતાના ધોરણે કામગીરી પૂર્ણ કરવા સુચના આપેલ છે.
શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ-2 ના પત્રથી આપવામાં આવેલ સુચના અનુસાર રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત એચટીએટી મુખ્ય શિક્ષકના વર્ષ:- 2024-25 ના જિલ્લા ફેર બદલી કેમ્પમાં મુખ્ય શિક્ષકની તમામ ખાલી જગ્યાઓ સંદર્ભ-1 ના ઠરાવથી પ્રસિધ્ધ બદલી નિયમોની જોગવાઇ અનુસાર (મહેકમ મુજબ) દર્શાવી ખાલી રહેલ જગ્યા પૈકીની 75 ટકાની મર્યાદામાં જગ્યાઓ જિલ્લા ફેર બદલીથી ભરવા સુચના આપેલ છે જે ધ્યાને લઇ નીચે દર્શાવેલ સમય પત્રક અનુસાર એચટીએટી મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પનું ઓફલાઇન પધ્ધતિથી આયોજન કરવા જણાવવામાં આવે છે.