શ્રાવણી લોકમેળા માટેના ઓનલાઇન અને ઓફલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ
જામનગર મહાનગરપાલિકા દ્વારા 15 દિવસ માટે પ્રદર્શન મેદાનમાં યોજાયેલા શ્રાવણી લોકમેળા માટેના ટેન્ડરની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે, જેમાં કુલ 43 પ્લોટ ના ટેન્ડર ઇસ્યુ કરીને રૂૂપિયા પાંચ લાખ થી વધુ ના ટેન્ડર ઓનલાઇન મુકવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઓફલાઈન ટેન્ડર આપવાના શરૂૂ કરાયા છે. જેમાં ઓનલાઈન ટેન્ડર 22 મી તારીખે જ્યારે ઓફલાઈન ટેન્ડર 24મી તારીખે ખોલવામાં આવશે.
જામનગર શહેરમાં પ્રદર્શન મેદાનમાં પખવાડીયા સુધી યોજાનારા લોકમેળા માટે કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે, રૂૂા.5 લાખથી વધુ કિંમતના 8 પ્લોટ હોવાથી તેને ઓનલાઈન ટેન્ડરમાં મુકવામાં આવ્યા છે, જયારે તા. 24ના રોજ ઓફલાઈન ટેન્ડર ખુલશે, કુલ 43 પ્લોટમાં સમગ્ર શ્રાવણી લોકમેળા નું આયોજન કરાયું છે, અને મહાનગરપાલિકાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાના નેજા હેઠળ શ્રાવણી લોકમેળાની તૈયારીઓ શરૂૂ થઈ છે. અને ટેન્ડર પ્રક્રિયા પણ શરૂૂ કરી દેવામાં આવી છે. જેમાં મશીન મનોરંજનના મોટા 6 પ્લોટ, ચિલ્ડ્રન રાઈડના 8, આઈસ્ક્રીમના 2, રમકડાના 6. ખાણીપીણીના 7 અને મીની રાઈડઝ તેમજ પોપકોર્નના 7-7 પ્લોટ ફાળવવામાં આવ્યા છે, આમ અત્યારે તો 15 દિવસ ચાલનારા લોકમેળા માટે કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.