For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકલી બિયારણના કારણે ડુંગળીનો પાક ફેલ

05:23 PM Feb 05, 2025 IST | Bhumika
નકલી બિયારણના કારણે ડુંગળીનો પાક ફેલ

વીરપુરના ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવતા બીજ માફિયા, કંપની દ્વારા ઉડાઉ જવાબ

Advertisement

યાત્રાધામ વીરપુરના ખેડૂત ધીરુભાઈ સોરઠીયાએ પોતાના દશ વિઘા જેટલા ખેતરમાં ડુંગળીના વાવેતર કરવા ગોંડલના રૈયારાજ એગ્રોમાંથી ડુંગળીના બાર કિલો જેટલું એફવન ડોન કંપનીના બિયારણ ખરીદી કરી હતી,પરંતુ ખેડૂતે ખરીદેલ ડુંગળીના બિયારણ વાવેતર કર્યા બાદ જે રીતે ડુંગળીની પાક થવો જોઈએ તે રીતે ન થતા ખેડૂતને ક્યાંક ખરીદેલ બિયારણ ડૂબલિકેટ હોવાના આક્ષેપ ખેડૂતે કર્યા હતા.

ખેડૂત ના આક્ષેપ પ્રમાણે વાવેતર કર્યા બાદ હવે ડુંગળીનો પાક બી આવી જવાના કારણે પચાસ ટકા પણ પાક થાય તેમ નથી,સાથે ડુંગળીના પાકમાં ત્રણ ત્રણ વખત મોગરા આવી ગયા,ત્રણે વખત મોગરા તોડ્યા બાદ પણ મોગરા આવી રહ્યા જે ન આવવા જોઈએ,સાથે જ મોગરા આવી જવાથી ડુંગળી નો પાક થાય નહિ તેવો આક્ષેપ કર્યો હતો,સાથે જ્યાંથી ખેડૂતે બિયારણ ખરીદ્યું હતું ત્યાં રજુઆત કરતા કંપનીના માણસો બહાર હોવાથી આવશે ત્યારે મોકલીશું તેવો જવાબ મળ્યો હતો,સાથે રજુઆત બાદ ફરીવાર રજુઆત કરતા એગ્રો વાળાને ખેડૂત તમારે થાય તે કરી લ્યો તેવો ધમકી ભર્યો જવાબ આપ્યો હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો,સાથે ખેડૂત ધીરુભાઈ સોરઠીયા એ એક કિલો ના 2750 રૂૂપિયા લેખે 12 કિલો બિયારણ ખરીદ્યું હતું,તેમાં તેવોને આ બિયારણ ડૂબલિકેટ હોવાનો આક્ષેપ કર્યો હતો,સાથે આવી રીતે કોઈ ખેડૂત છેતરાઈ નહિ તે જરૂૂરી છે.

Advertisement

ખેડૂતો મોંઘાભાવના બિયારણ લઈને પાકનું વાવેતર કરતા હોય છે,પરંતુ જ્યારે ખેડૂતો પાકનું વાવેતર કરે છે ત્યારે ખેડૂતોને ડુપ્લીકેટ બિયારણ આવી જતા ખેડૂતોને છેતરાવવાનો વારો આવે છે,ત્યારે બિયારણમાં છેતરપીંડીનો ભોગ બનનાર વીરપુરના ખેડૂત ધીરુભાઈ સોરઠીયાએ જણાવ્યું હતું કે ડુંગળીના બિયારણની રજુઆત અવારનવાર અમે જ્યાંથી ખરીદેલ હતું ત્યાં એગ્રોમાં તેમજ ડુંગળીના બિયારણની કંપનીના અધિકારીઓને કરી હતી પરંતુ તે લાજવાને બદલે ગાજ્યા હતા અને તમારે થાય તે કરી લો એવી ધમકીઓ પણ આપી હતી ત્યારે ડુપ્લીકેટ બિયારણોના વેચાણ કરતા એગ્રો અને બિયારણ કંપની ઉપર સરકારે કડક પગલાં ભરે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.

---

Advertisement
Tags :
Advertisement
Advertisement