For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજી

05:24 PM Dec 16, 2023 IST | Bhumika
ગોંડલમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજી

55 હજાર કટ્ટાની આવક, ભાવો નીચા મળતા ખેડૂતોમાં કચવાટ યથાવત

Advertisement

ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના ઘટતા ભાવોના પગલે ખેડુતોએ સતત બે દિવસ સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી હરાજી અટકાવ્યા બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરાજી કરવામાં આવી હતી. જો કે, આજે પણ ડુંગળીના 20 કિલોના ભાવ માત્ર રૂા. 51થી રૂા. 481 સુધી જ ઉપજતા ખેડુતોમાં નિરાશા સાથે નારાજગી જોવા મળી હતી.

બીજી તરફ રાજકોટ માર્કેટયાર્ડમાં આજે પણ હરરાજી બંધ રહી હતી અને રોજ ડુંગળીની 100 ગાડીને જ પ્રવેશ આપી તબક્કાવાર હરરાજી કરવાનો નિર્ણય લેવાયો છે.ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીના વિરોધ વચ્ચે બે દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂૂ થવા પામી છે.સરકાર દ્વારા ઓચિંતા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બજારમાં મોટુ ગાબડુ પડ્યું હતું.નિકાસ બંધી પહેલા ડુંગળીના 20 કિલોના ભાવ રૂૂપિયા 700/-સુધીના બોલાતા હતા.પરંતું સરકાર દ્વારા ડુંગળીની ઓચિતા નિકાસ બંધી કરવામાં આવતા ડુંગળીના ભાવમાં રૂૂપિયા 300/-નું ગાબડું પડ્યુ હતું.જેમને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ સાથે જ ખેડૂતોએ ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસ સુધી ચક્કાજામ કરીને વિરોધ સરકાર સામે પ્રદર્શિત કર્યો હતો.ખેડૂતોએ ઉચ્ચારેલ આત્મવિલોપનની ચિમકી સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસ સુધી ડુંગળીની હરાજી બંધ થઈ જવા પામી હતી.પરંતું ગોંડલ માર્કેટ યાર્ડમાં યાર્ડ સત્તાધીશો દ્વારા ડુંગળીની બે દિવસ પહેલા આવક શરૂૂ કરવામાં આવતા એક જ દિવસમાં ડુંગળીના 55000 કટ્ટાની આવક થવા પામી હતી.આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ કરવામાં આવતા હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂૂપિયા 51/-થી લઈને 481/-સુધીના બોલાયા હતા.આ સાથે જ ખેડૂતો વેપારીઓની સરકાર સામે ડુંગળીની નિકાસ બંધી હટાવવાની માંગ યથાવત જોવા મળી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement