ચાલુ વરસાદે મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ ફિલ્ડમાં
ઇન્ટિગે્રટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બેસી CCTV કેમેરાના માધ્યમથી વિવિધ વિસ્તારોની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી
તા.29/06/2024ના રોજ બપોર પછી વરસાદ શરૂૂ થયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈ ખુદ ચાલુ વરસાદ દરમિયાન શહેરમાં વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે થઇ રહેલી કામગીરીનું સતત મોનિટરિંગ કરી આવશ્યકતા અનુસાર સંબંધિત અધિકારીઓને જરૂૂરી સૂચનાઓ પણ આપી હતી. આ ઉપરાંત નાયબ કમિશનરઓ સ્વપ્નિલ ખરે અને ચેતન નંદાણી તેમજ જે તે ઝોનના સિટી એન્જિનિયરઓ પણ સતત ફિલ્ડમાં રહ્યા હતા અને પરિસ્થિતિ પર નજર રાખી હતી.
મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ આજે 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક સહિતના વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત તેમને નાનામવા ચોક ખાતે સ્થિત આઇસીસીસી (ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતે બેસી સીસીટીવી કેમેરાના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારોની પરિસ્થિતિ ઉપર પણ ચાંપતી નજર રાખી હતી. શહેરમાં રેડ અને યલ્લો ઝોન હેઠળના વિસ્તારોમાં જો વરસાદી પાણી ભરાયાનું જાણમાં આવે તો નાગરિકોની ફરિયાદ આવે તેની વાટ જોયા વગર તુર્ત જ પાણીના નિકાલ માટેની કામગીરી આગળ ધપાવવા કમિશનરએ સંબંધિત તમામ એન્જિનિયરઓને ખાસ સૂચના આપી હતી.
આજે ચાલુ વરસાદ દરમ્યાન નાયબ કમિશનરઓ સ્વપ્નિલ ખરે અને ચેતન નંદાણી, સિટી એન્જિનિયરઓ વગેરે અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં જઈને વરસાદી પાણીના નિકાલની કામગીરીનું મોનિટરિંગ કર્યું હતું.
વિશેષમાં મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ આજે નાનામવા ચોક ખાતે સ્થિત (ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેની મુલાકાત દરમિયાન સીસીટીવી કેમેરાના માધ્યમથી શહેરના જુદાજુદા એરિયામાં વરસાદ દરમિયાન અને વરસાદ બંધ થયા પછીની પરિસ્થિતિ કેવી છે અને જે તે સ્થળે કેવી કામગીરી કરવાની આવશ્યકતા છે તેનું સતત નિરીક્ષણ કરતા રહેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ આ કંટ્રોલ ખાતેથી ઉપલબ્ધ થતી આ પ્રકારની માહિતી સત્વરે જે તે વોર્ડના ડેપ્યુટી એન્જિનિયરને પહોંચાડી જે તે સ્થળ ખાતે હાથ ધરવાની થતી કામગીરી વિના વિલંબે થાય તે સુનિશ્ચિત કરવા તથા શહેરના રેડ અને યલ્લો ઝોન હેઠળના વિસ્તારોની પરિસ્થિતિ પર ખાસ નજર રાખવા ડેપ્યુટી એન્જિનિયરને કમિશનરએ ખાસ સૂચના આપી હતી.