For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ડ ડાઉન શરૂ : 94 અધિકારીઓની નિયુક્તિ કરાઇ

05:07 PM Nov 22, 2024 IST | Bhumika
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ડ ડાઉન શરૂ   94 અધિકારીઓની નિયુક્તિ કરાઇ
Advertisement

રાજ્ય ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરી છે. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરાઇ છે. જે મુજબ રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્તના આદેશ અપાયા છે. અગાઉ સ્થાનિક સ્વરાજ બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી.

છેલ્લા અઢી વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું આયોજન અટક્યું હતું. રાજ્ય ચૂંટણીપંચે અગાઉ બેઠકના સિમાંકન જાહેર કર્યા હતા. જે સિમાંકન સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. ઉલ્લેખેનીય છે કે, રાજ્યની 79 નગરપાલિકાઓ બેઠકની ફાળવણી કરવામાં આવી હતી.

Advertisement

અગાઉ રાજ્યની આઠ મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.

વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતીના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(પછાત જાતી) રહેશે. વાત કરીએ રાજકોટ મનપાની તો ત્યાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(અનુસૂચિત જાતી) બનશે.ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement