રજવાડી કલબના સંચાલકને ચૂકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા આરોપીને એક વર્ષની જેલ
રજવાડી કલબના મનિષભાઈ પ્રજાપતિ પાસેથી મિત્રતાના સબંધે લીધેલા રૂૂ.4 લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ફરીયાદીને ચેક મુજબની રકમ રૂૂ.4 લાખ વળતર પેટે એક માસમાં ન ચુકવે તો વધુ 6 માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રજવાડી કલબના ફરીયાદી મનિષભાઈ નરશીભાઈ ચાવડાએ ધર્મેશભાઈ કિશોરભાઈ ડાંગરને મિત્રતાના સબંધે રૂૂ.4 લાખ હાથ ઉછીના આપ્યા હતા. ફરીયાદી મનિષભાઈ ચાવડાએ રકમ પરત માંગતા આરોપીએ રૂૂ.4 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતા ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ તેમ છતાં આરોપીએ રકમ નહી ચુકવતા ફરીયાદીએ રાજકોટની ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-138 મુજબ ફરીયાદ દાખલ કરી હતી.
જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી ધર્મેશભાઈ કિશોરભાઈ ડાંગરને એક વર્ષની સાદી કેદની સજા અને ફરીયાદીને ચેક મુજબની રકમ રૂૂ.4 લાખ વળતર પેટે એક માસમાં ન ચુકવે તો વધુ 6 માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે.આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ રક્ષિત વી. કલોલા, અશ્વિન ડી. પાડલીયા, રવિરાજસિંહ વી. રાઠોડ, ભાર્ગવ ડી. બોડા અને યશરાજસિંહ એમ. જાડેજા રોકાયા હતા.